ભારતની બહાર આવેલા આ છે સુપ્રસિદ્ધ શિવ મંદિરો, અચૂક જાણો

shiva temples outside india

સૃષ્ટિના ચક્રને ચલાવવા વાળા શિવ…

પોતાના ભોળા સ્વભાવે કોઈને પણ વરદાન દેવામાં વાર નથી લગાવતા અને રોદ્ર રૂપે સૃષ્ટિનો વિનાશ કરવામાં પણ નથી ચુકતા.

શિવનું સ્થાન સનાતન ધર્મમાં ખુબ ઉપર છે. પ્રાચીનકાળથી જ શિવના ઘણા ઉપાસક રહ્યા છે. ભારતમાં શિવના અનેક મંદિરો, શિવલિંગ અને અનેક ધામો આવ્યા છે.

ભારતની જેમ જ દુનિયાના વિભિન્ન દેશોમાં શિવના ધણા બધા મંદિરો આવ્યા છે. એમાંથી કેટલાક તો ખુબ પ્રાચીન અને પ્રસિધ્ધ છે, જેને જોવા માટે દુનિયાભરના શ્રદ્ધાળુઓ અને પર્યટકો આવે છે.

આજે અમે તમને શિવના એવા મંદિરો વિષે જણાવવાના છીએ જે ભારતની બહાર બીજા અન્ય દેશોમાં આવેલા છે.

પ્રંબનન મંદિર, જાવા, ઇન્ડોનેશિયા

shiva temples outside india

જાવા, ઇન્ડોનેશિયામાં સ્થિત પ્રંબનન મંદિર ૯મી સદીમાં બનાવેલ શિવ મંદિર છે. લગભગ ૧૭ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલ આ મંદિર ભારતની બહાર બનેલ સૌથી વિશાળ મંદિરો માંથી એક છે.

આની પ્રાચીનતા અને ઐતિહાસિકતાને જોતા યુનેસ્કોએ આ મંદિરને વલ્ડ હેરીટેજમાં શામેલ કર્યું છે. આ મંદિર સૃષ્ટિચક્ર ને ચલાવનાર ત્રીદેવો ને સમર્પિત કરે છે. આ મંદિરના નિર્માણ પાછળ કહેવામાં આવે છે કે આ પહેલા હિંદુ સામ્રાજ્ય પુનરાગમન નું પ્રતિક છે. આ મંદિરનું પ્રારંભિક નામ શિવ ગ્રહ એટલે કે શિવનું ઘર છે.

આ મંદિરના આંગણામાં બીજા પણ મંદિરો છે. ઇન્ડોનેશિયાના સરકારે આ મંદિરની આજુબાજુ લાગેલ બજારને હટાવી દીધી છે, જેથી મંદિરને કોઈ નુકશાન ન પહોચે. દરવર્ષે અહી ફક્ત શિવ ભક્ત જ નહિ પણ ઇતિહાસકાર અને પ્રવાસનો પણ અહી આવે છે.

પશુપતિનાથ મંદિર, નેપાળ

shiva temples outside india

નેપાળમાં ભાગમતિ નદીના કિનારે કાઠમંડુ સ્થિત શિવ મંદિર કદાચ ભારતની બહાર બનેલ સૌથી પ્રસિધ્ધ શિવ મંદિર છે. આ મંદિર પણ યુનેસ્કોની વિશ્વ ધરોહરની શ્રેણીમાં શામેલ છે.

આ મંદિરની પ્રસિધ્ધી અને માન્યતાનો અંદાજ એ બાબત પરથી લગાવી શકાય કે અહી દરવર્ષે મહાશિવરાત્રિ ના અવસરે લગભગ સાત લાખ શ્રદ્ધાળુઓ પશુપતિનાથ ના દર્શનાર્થે આવે છે.

કતસ રાજ મંદિર પાકિસ્તાન

shiva temples outside india

ચોકી ગયા ને? પાકીસ્તાનમાં એક મંદિર અને એ પણ એક શિવ મંદિર, પરંતુ આ સત્ય છે. પાકીસ્તાનના પંજાબ પ્રાંતના ચકવાલ જીલ્લાના ગામમાં બનેલ આ પ્રાચીન શિવ મંદિર છે. આ મંદિરનું નિર્માણ હિંદુ રજાઓએ છઠ્ઠી સદી થી નવમી સદીના મધ્યમાં કર્યું હતું.

આ મંદિર આજે પણ પાકિસ્તાનમાં રહેવા વાળા હિંદુઓ માટે સૌથી પવિત્ર મંદિર છે અને આખા વર્ષ દરમિયાન પાકિસ્તાનના ખૂણે ખૂણેથી ભક્તો અહી શિવની પૂજા અર્ચના કરવા આવે છે. દંતકથાઓ અને શાસ્ત્રોના મત મુજબ આ એ જ જગ્યા છે જ્યાં પાંડવોએ વનવાસ નો એક ભાગ વિતાવ્યો હતો.

એક અન્ય કથા અનુસાર સતીના મૃત્યુ બાદ જયારે શિવ શોકમાં રોતા હતા ત્યારે તેમના નિરંતર આસુંઓ થી બે જળાશયોનું નિર્માણ થયું હતું. એક જળાશય ભારતના અજમેર પાસે પુષ્કર તીર્થમાં બન્યું તો બીજું પાકિસ્તાનના કત્સરાજ માં બન્યું.

મુન્નેશ્વરમ મંદિર શ્રીલંકા

shiva temples outside india

શ્રીલંકાના એક નાનકડા ગામમાં બનેલ મુન્નેશ્વરમ મંદિર શિવ અને કાલિનું સ્થાન છે. આ મંદિરમાં બનેલ સ્થાપત્ય જોવાલાયક છે.

શ્રીલંકા અને ભારતના અનેક શ્રદ્ધાળુઓ આખા વર્ષ દરમિયાન આ મંદિરમાં ઉપાસના અને દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં પૃષ્ઠમાં નાના-મોટા ઘણાં બધા મંદિરો છે. આ મંદિરનું નિર્માણ દક્ષિણ ભારતીય દ્રવિડ શૈલીના મંદિરોની જેમ કર્યું છે.

અરુલમીગું શ્રી રામલીન્ગેશ્વર મંદિર, મલેશિયા

shiva temples outside india

મલેશિયાની રાજધાની ક્વાલાલંપુર ની વચ્ચે આ ખૂબસૂરત મંદિર સ્થિત છે. મલેશિયાની રાજધાનીમાં આ એકમાત્ર શિવમંદિર છે.

આપણે બધા જાણીએ છીએ કે મલેશિયામાં ભારતીય મુળના ઘણા બંધા લોકો રહે છે. આ મંદિરમાં ભક્તોનું આગમન હમેશા રહ્યું છે. ૨૦૧૨માં મલેશિયા સરકારે આ મંદિરનું સંચાલન કરે છે.

કોઇપણ લોકો આ મંદિરમાં જાઈ છે તે એક વાર જરૂર કહે છે કે આ મંદિરમાં આવીને અસીમ શાંતિ અને સકારાત્મકતા નો અનુભૂતિ થાય છે.

સાગર શિવ મંદિર, મોરિશિયસ

shiva temples outside india

મોરેશિયસ ના પૂર્વ ભાગમાં સ્થિત આ મંદિરનું નિર્માણ આઠ વર્ષ પહેલા ૨૦૦૭માં કરવામાં આવ્યું હતું. આ મંદિરના નિર્માણ બાદ મોરિશિયસમાં રહેવા વાળા હિંદુઓ માટે આ એક પવિત્ર મંદિર બની ગયું. આખા દેશના શ્રદ્ધાળુઓ અહી આવે છે. ભક્તોની સાથે કેટલાક પર્યટકો પણ આ મંદિરને જોવા આવે છે. આ મંદિરને સૌથી વધુ આકર્ષિત બનાવે તો તે એ છે ભગવાન શિવની ૧૦૮ ફૂંટ ઉંચી કાંસેની પ્રતિમા.

Comments

comments


7,625 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 3 =