ભારતમાં ફરવાની કેટલીક એવી જગ્યાઓ છે કે લોકો તેને વિશે જાણતા નથી અને તે પર્યટકોની નજરથી દુર છે. જો તમે નવી નવી જગ્યાએ ફરવાનું પસંદ કરતા હો તો તમે આ જગ્યાઓ પર જરૂર જાઓ. આ જગ્યાઓ એડવેન્ચરથી ભરપુર છે.
ઝેરીલા વૃક્ષોના ઝાડ
ભારતના દાર્જીલિંગના સમુદ્ર કિનારે ૩૬૩૬ મીટરની ઉંચાઈએ ઝેરીલા વૃક્ષોના ઝાડ આવેલા છે. અહી પહાડોની ટોચ પર ઈકોનાઇડ વૃક્ષો આવેલા છે.
ધોસ્ટ હાઉસ
તમિલનાડુમાં એક નાનકડું ગામ આવેલું છે, જ્યાં રામાયણ ના જમાનાના રામસેતુ ના અવશેષો મળી આવ્યા છે. આ જગ્યા શ્રીલંકાથી માત્ર ૧૮ કિલોમીટર જ દુર છે. ૧૯૬૪ માં આવેલ માં એક ટ્રેન વહી ગયું છે. આ ગામમાં એક બાજુ બંગાળની ખડી તો એક બાજુ અરબ સાગર આવેલ છે. પ્રાકૃતિ થી ભરપુર આ જગ્યા ખાલી ખાલી લાગે છે તેથી તેને ધોસ્ટ હાઉસ કહેવામાં આવે છે.
ખુબ જ ઠંડી જગ્યા
લોકોએ મારખા ઘાટી વિષે સાંભળ્યું હશે, પણ દ્રાસ વિષે લોકો ઓછુ જાણે છે. દ્રાસ એ ખુબ જ સુંદર જગ્યા છે. તે જોજીલા પાસેથી શરુ થાય છે તેથી તેને ગેટવે ઓફ લડાખ પણ કહે છે. દ્રાસ સમુદ્ર તટથી ૧૦૯૯૦ ફૂટ ઉંચાઈ પર આવેલ છે. અહી પહાડોની ઉંચાઈ ૧૬૦૦૦ થી ૨૧૦૦૦ ફૂટ સુધી છે. લોકોના નજરથી દુર રહેલ દ્રાસને દુનિયાની બીજી સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. ઠંડીમાં તાપમાન -૪૫ ડીગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોચી જાય છે.
પીલર વગરની ઇમારત
ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌની ખાસિયત છે પીલર વગરની ઇમારત. દુર દુરથી ફરવા આવેલા લોકો આની પાછળ રહેલ રહસ્ય પણ જાણવા માટે આવે છે. ૧૮મી સદીમાં નવાબ અસ્ફૂદ્દોલા ને યુરોપિયન અને અરેબિયન આર્કિટેક્ચર ને ધ્યાનમાં રાખીને બનાવાયું હતી. આ ઇમારતની વચ્ચે ૫૦ મીટર લાંબો હોલ છે. આમા કોઈ પિલર કે બિંબ નથી. આ હોલને ખાસ ઇન્ટર લોકીંગ બ્રિક વર્ક થી બનાવવામાં આવ્યો છે તેથી તેને ભૂલભુલૈયા ના નામથી પણ ઓળખવામાં આવે છે. અહી ૧૦૦૦ દાદરોથી જનાર એક ગુપ્ત રસ્તો પણ છે, જેને આવનાર મુસીબતથી બચવા બનાવ્યો છે. ઉપરાંત અહી ગાર્ડન પણ જોવાલાયક છે.
વેજીટેરીયન મગર
અનંતપુર ના લેક મંદિર, જ્યાં બનાવેલ નાના તળાવમાં એવા મગર રહે છે જે વેજીટેરીયનની કેટેગરીમાં આવે છે. ૯મી સદીમાં બનેલ આ મંદિર કેરલ ના કસરગોડ જીલ્લામાં આવેલ છે. અહી જવા માટે પુલથી જવું પડે છે.