ભારત આખી દુનિયામાં એક એવો દેશ છે જ્યાં લોકો કડકડતી ઠંડી, વરસાદ અને ગરમીનો આનંદ લઈ શકે છે. ભારતએ દેશ છે જ્યાં નદીઓ, સમુદ્ર, પહાડ, ખીણો, સમતલ મેદાન અને રણની સાથે સાથે એવી ધણી બધી વસ્તુઓ છે જેના દ્વારા આપણને ભારત પર ગર્વ થાય છે. ભારતમાં ફક્ત અદભુત નઝારો જ નહિ પણ અદભુત જાનવરોને ભારત સિવાય બીજે કાઈ ન જોઈ શકો, જેને જોવા માટે દેશ-વિદેશ માંથી પર્યટકો અહી આવે છે.
વ્હાઈટ ટાઇગર્સ (બંગાળ)
વ્હાઈટ ટાઇગર્સ આખી દુનિયામાં ફેમસ છે. વ્હાઈટ ટાઇગર્સની ઓળખ રીવાના રાજાએ આપી હતી, જેની પાસે વ્હાઈટ ટાઇગર્સની જોડી હતી.
સ્નો લેપર્ડ (હિમાચલ)
સ્નો લેપર્ડ એક વિડાલ પ્રજાતિ છે. જે મધ્ય એશિયા અને ખાસ કરીને હિમાચલના વિસ્તારોમાં જોવા મળે છે. સ્નો લેપર્ડ એક સરક્ષિત પ્રજાતિ છે. આ પ્રજાતિ બિલાડીનું મહત્વપૂર્ણ સદસ્ય છે.
રોયલ બંગાળ ટાઇગર (રાજસ્થાન)
રોયલ બંગાળ ટાઇગર ભારત અને બાંગ્લાદેશ આ બંને દેશોમાં રાષ્ટ્રીય પશુ છે. રોયલ બંગાળ ટાઇગરના શરીર પર ભૂરી અને કાળા રંગની લીટીઓ તેની આગવી વિશેષતા ધરાવે છે.
એશીયાઇ લાઈન (ગીર, ગુજરાત)
ભારતના ગીરમાં વિશેષ રૂપે જોવા મળતા અને સરક્ષિત જંગલના રાજાને કોણ નથી જાણતું. પરતું આજે આ પ્રજાતિ લુપ્ત થવા લાગી છે તેથી સરકાર આ પ્રજાતિ પર વિશેષ ધ્યાન આપે છે.
વ્હાઈટ મોર
મોર આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી છે. ઇન્દ્રધનુષની જેમ રંગબેરંગી દેખાતા મોરના પરિવારમાં જ વ્હાઈટ મોર જોવા મળે છે. આ સફેદ મોર “રેયરેસ્ટ ઓફ રેયર” પ્રજાતિમાં શામેલ છે. આ મોરના જલવા તો એકવાર જોવા જ જોઈએ.
સુંદરવન ડેલ્ટા (પશ્ચિમ બંગાળ)
સુંદરવન ડેલ્ટા દુનિયાનું સૌથી મોટું અને સદાબહાર વનનું કેન્દ્ર છે. સુંદરવનનું નામ એટલા માટે છે કે અહી ખુબજ સુંદર વૃક્ષો છે, જે મન્ગૃવ ફોરેસ્ટના નામે પ્રચલિત છે. અહી ખેતીવાડી પણ થાય છે.
થાર મરુસ્થળ (રાજસ્થાન)
અહી જ્યાં જોવી ત્યાં રેતી ને રેતી જ નજરે ચડે અને સાથે સન્નાટો પણ. આવી કલ્પના તો બધા કરે છે પણ આવો નઝારો તમારે સાક્ષાત જોવો હોય તો તમારે રાજસ્થાનમાં જવું પડે અને આમાં ઊંટ તમારી મદદ કરી શકે છે. આ એવો નઝારો છે જેને તમે જિંદગીભર ન ભૂલી શકો.
ગ્રીન માઉંટેન (શિવાલિક, મુન્નાર)
હરિયાળી એક એવો નઝારો છે જેને જોઇને આપણું મન ક્યારેય ભરાતુ નથી અને આ નઝારો જો પહાડ પર જોવા મળે તો પછી વાત જ શું કરવી? મુન્નારના ગ્રીન માઉંટેન ફોરેસ્ટ તો આંખોમાં શીતળ છાયા આપવા બન્યું હોય તેવું લાગે છે. તો આ નઝારો પોતાની જીંદગીમાં એક વાર તો જોવો જ જોઈએ.
કચ્છનુ રણ, (ગુજરાત)
રણએ હિન્દી શબ્દ છે. ગુજરાતના કચ્છમાં અજીબો ગરીબ રણપ્રદેશ જોવા મળે છે. જ્યાં શિયાળામાં તાપમાન ૪૪ – ૪૫ ડીગ્રી અને ઉનાળામાં ૦ ડીગ્રી સેલ્સીયસ થી પણ નીચું જોવા મળે છે. કચ્છના રણની સીમા આપણા પાડોશી દેશ પાકીસ્તાન પાસે મળે છે.
જ્વાળામુખી બેરન આઈલેન્ડ ( અંદમાન)
પોર્ટ બ્લેયરથી ૧૩૯ કિમીની સમુદ્ર યાત્રા પણ બેરન ઉસર ડ્રીપ છે, જ્યાં એક્ટીવ જ્વાળામુખી જોઈ શકાય છે. આ જ્વાળામુખી અત્યાર સુધીમાં બે વાર ૧૯૯૧ અને ૧૯૯૪-૯૫ માં લગભગ ૧૭૭ વર્ષ પછી આવ્યો હતો. આ જ્વાળામુખીને જોવા માટે તમારે આઈલેન્ડના ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટ પાસેથી પરમિશન લેવી પડે. ત્યારબાદ તમે ચાર્ટર્ડ બોટ્સના માધ્યમથી જોય શકો છે.
વૃક્ષોથી બનેલ પુલ (ખાસી, મેઘાલય)
ભારતના ઉત્તર-પૂર્વ મેઘાલય રાજ્યમાં જોવા મળતા સુપર નેચરલ પુલ અદભૂત નઝારો પ્રકટ કરે છે. વૃક્ષોના મૂળએ નિર્મિત રૂપે અહીના લોકોની જરૂરીયાત છે. કારણકે અહી વધારે વરસાદ આવે છે તેથી પાકેલા લાકડાઓ જલ્દીથી ખરાબ થઈ જાઇ છે. આ પુલને બનતા લગભગ ૧૦ થી ૧૫ વર્ષ લાગે.
મેગ્નેટિક હિલ (લેહ)
મેગ્નેટિક હિલ એ ગ્રેવિટી હિલના નામે પ્રસિધ્ધ આ પહાડની ખાસીયત એ છે કે જો તમે આની નજીક જાઓ અને તમારી ગાડી બંધ કરીને છોડી દ્યો તો એ પોતાની તરફ ગાડીને ખેંચે છે. મેગ્નેટિક હિલને મહેસુસ કરવા માટે દુર દુરથી લોકો અહી આવે છે. આ ચુંબકીય પહાડી લેહથી લગભગ ૩૦ કિમી પર આવે છે.
ગરમ પાણીનો સ્ત્રોત (મણિકારા ગુરુદ્વારા, મનાલી)
મનાલી ફક્ત સુંદર જગ્યા જ નથી પણ અહીં ચમત્કાર પણ બિરાજમાન છે, તે પણ ગુરુદ્વારામાં જ્યાં એક ગરમ પાણીનો સ્ત્રોત છે. ગુરુદ્વારામાં ભોજન પણ આ પાણીથી જ બનાવવામાં આવે છે.
બેલમ ગુફા (આંધ્રપ્રદેશ)
આંધ્રપ્રદેશના કર્નુલ જીલ્લામાં આ ગુફા ભારતની બીજા નંબરની સૌથી મોટી ગુફા છે. આંધ્રપ્રદેશના સરકારે આ ગુફાને ખુબજ સરસ રીતે સુરક્ષિત રાખી છે. આની બનાવટ પાછળ હજારો વર્ષથી વહેતી નદીઓનુ મોટું યોગદાન રહેલ છે.
હાથી મત્થા (મહાબળેશ્વર, મહારાષ્ટ્ર)
હાથીની સુંઠ અને માથાની આકૃતિ જેમ દેખાતા આ પહાડ કોઈપણ દર્શકો માટે અજાયબી જેવો જ છે. આ પૂરી રીતે કુદરતી છે. આ પહાડ ખુબજ સુંદર છે. અહી બાકીનું કામ સદાબહાર મોસમ કરી આપે છે. જો તમે મહારાષ્ટ્ર જાઓ તો અહી જવાનું ન ભૂલતા!
ભેડાધાટ (જબલપુર, મધ્યપ્રદેશ)
નર્મદા નદીનો કિનારો અને તે પણ સંગેમરમરની વચ્ચે બનેલ પહાડો એવો નઝારો દર્શાવે છે કે દિલ ખુશ થઈ જાઈ. નર્મદા નદીના બંને કિનારા સંગેમરમરથી ૧૦૦ ફૂટ ઉંચા ખડકો ભેડાધાટને મનોરમ અને સજીવ સ્થળમાં પરિવર્તિત કરી દે છે.