ભારતના ૧૦ અદભૂત ભવન જે વાસ્તુકલામાં છે બેજોડ, અચૂક જાણો

ભારતની સભ્યતા દુનિયામાં સૌથી પ્રાચીન સભ્યતા છે, જેની વાસ્તુકલા પૂરી દુનિયામાં બેજોડ અને અદભૂત છે. ભારત વિશ્વમાં વિરાસત વાળો દેશ છે, જ્યાં કલાત્મક ઇમારતો છે. વસ્તુકલામાં અદભૂત એવી જ કઈક ઇમારતો જે આખી દુનિયામાં ભારતની શિલ્પકલાનો ડંકો વગાડે છે.

વિજયનગરની શાન – હમ્પી

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

કર્નાટકની તુંગભદ્રા નદીની પાસે હમ્પી પોતાની પર્વતીય સુંદરતા અને ભવ્યતા માટે સુપ્રસિદ્ધ છે.  હમ્પી નગર પ્રાચીન વિજયનગરના અવશેષો માંથી બનેલ છે. હમ્પીમાં તુંગભદ્રાના દક્ષિણમાં આવેલ વિઠ્ઠલ મંદિર પોતાની ભવ્યતા અને ઉત્કૃષ્ટ શિલ્પકલા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ મંદિરમાં ૫૬ સ્તંભ છે, જેના પર હાથ લગાવવાથી કે ઠપકારવાથી અલગ અલગ સંગીત સંભળાય છે.

મોઠેરાનુ સૂર્યમંદિર 

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

કાશ્મીરના માર્તેડ સૂર્ય મંદિર અને ઓરિસ્સાનુ સૂર્ય મંદિરની સાથે જ મોઠેરાનું સૂર્યમંદિર આવેલ છે. આ મંદિર ૧૦૨૬માં સોલંકીવંશના રાજા ભીમદેવે બનાવ્યું હતું. સ્કંદપુરાણ અનુસાર મોઠેરાને પ્રાચીન સમયમાં ધર્મારણ્યના નામે ઓળખવામાં આવતું, તેનો અર્થ થાય છે ધર્મનું વન. અહી એક વિશાલ સૂર્યકુંડ છે જેને રામકુંડના નામે ઓળખવામાં આવે છે.

બાદામી ગુફા

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

આ સુંદર અને નકશીકામ વાળી ગુફા કર્ણાટકના બાદામીના આવેલ છે. બાદામીની યાત્રા કરનાર પર્યટકોએ બલુઆ પથ્થરથી બનેલ ગુફા મંદિરમાં અવશ્ય જવું જોઈએ. આ મંદિર તેના સુંદર કોતરણી માટે જાણીતું છે, કોતરણી કામ અને ધાર્મિક ધટનાઓ તથા શિક્ષા દર્શાવવામાં આવી છે. અહી ૪ મંદિર છે જેમાં એક ૧ ગુફા મંદિર સૌથી પ્રાચીન છે જેનું નિર્માણ ૫મી સદીમાં થયું હતું.

બાદામીની ૪ ગુફા માંથી બે ગુફા ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને એક ગુફા જૈન સંબંધિત છે. પહાડોને કાપીને લાલ પથ્થરથી બનાવેલ આ ગુફા પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. આ ઉપરાંત કર્ણાટકમાં એહીલો ગુફા પણ આકર્ષિત છે.

અજંતા ઈલોરાની ગુફા

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

૨ સદીની પહેલા બનેલ આ ગુફા શિલ્પકલાનુ અદ્રિતીય ઉદાહરણ છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં દેશની સૌથી સુંદર અને મોટી ગુફાઓ માં ની એક છે અજંતાની ગુફા. આ ગુફાની દીવાલોમાં પેન્ટિંગ બનેલ છે, જે મનુષ્યની કલાનો પરિચય કરાવે છે. આને બૌદ્ધ યુગની માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બીજી ફેમસ ગુફાઓ છે, ભાજા, કારલા અને કન્હેરી. ઈલોરા અને એલિફન્ટા તો દુનિયાભરમાં ફેમસ છે.

દક્ષિણેશ્વરી મંદિર, કોલકાતા

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

બંગાળની રાજધાની કોલકાતાના દક્ષિણેશ્વર સ્થિત આ મંદિર ૧૮૫૫માં માં કાળીના એક ભક્ત રાણી રશ્મોનીએ બનાવ્યું હતું. પરંપરાગત રીતે બંગાળના નવરત્ન પદ્ધતિથી બનેલ આ મંદિર પોતાની શિલ્પકલા માટે આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે, સાથે જ માં કાળીના કરોડો ભક્તોની આસ્થાનું પ્રતિક છે. માં કાળીના પરમભક્ત “રામકૃષ્ણ પરમહંસ” પણ આ મંદિરમાં દર્શન કરી ચુક્યા છે.

કોર્ણાકનુ સૂર્યમંદિર

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

કોર્ણાકનો અર્થ થાય છે કોણ-ખૂણો અને અર્ક-સૂર્ય, એટલા માટે ભગવાન સૂર્યને સમર્પિત થવાને કારણે આને કોર્ણાકનુ સૂર્યમંદિર કહેવામાં આવે છે. ૧૩મી સદીમાં બનેલ આ મંદિરનુ નિર્માણ ગંગાવંશના રાજા નરસિમ્હાદેવ દ્વારા થયું છે. મંદિરની નિર્માણ શેલી અદ્રિતીય છે, જેમાં સ્થંભ, પૈડા અને દીવાલોને કોણ આકાર આપવામાં આવ્યો છે. આ મંદિરનો મોટા ભાગ નષ્ટ થઈ રહ્યો છે તેથી યુનેસ્કોએ આને વિશ્વ વિરાસત ધરોહરમાં શામિલ કર્યું છે.

તાજમહેલ આગરા

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

આગરામાં ૧૬૩૨માં બનેલ તાજમહેલ દુનિયાની સાત અજાયબીઓમાં શામિલ છે. મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની ૧૪મી પત્ની મુમતાઝ મહેલ ના મૃત્યુ બાદ તેની યાદમાં બનાવ્યો હતો. તાજમહેલમાં ૨ કબર છે જેમાંથી એક કબર મુમતાઝ મહેલની અને બીજી કબર શાહજહાંની જાણવામાં આવે છે. અન્ય ઇતિહાસકારો જેમકે પીએન ઓક, સ્ટીફન નોપ ના અનુસાર તાજમહેલ એક હિંદુ મંદિર હતું. જેણે શાહજહાંએ રાજા સવાઈ જયસિંહ પાસેથી છીનવી લીધું હતું. તેથી તેમણે તાજમહેલના કેટલાક રહસ્યો ખુલ્લા કર્યા જે તાજમહેલને હિંદુ મંદિર હોવાનું પ્રમાણ દે છે.

હુમાયુનો મકબરો

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

૨૦મી જાન્યુઆરી ૧૫૫૬માં હુમાયુનુ મૃત્યુ બાદ દિલ્લીના જુના કિલ્લામાં હુમાયુને દફનાવવામાં આવ્યા. રેવાડીના શક્તિશાળી હિંદુ સમ્રાટ હેમચંદ્રના ડરથી તેની કબરને સરહિન્દ પંજાબ લઈ જવામાં આવી. ત્યારબાદ જયારે અકબરે દિલ્લી પર અધિકાર કર્યો ત્યારે હુમાયુની કબરને ફરીથી દિલ્લીમાં લાવવામાં આવી. નિઝામુદ્દીન પાસે હુમાયુનો મકબરો બનાવવામાં આવ્યો જે પોતાની શિલ્પકલા માટે બેમિસાલ છે. આને યુનેસ્કોએ વિશ્વ ધરોહરમાં શામિલ કર્યું છે.

વિજયસ્તંભ, ચિત્તોડગઢ

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

વિજયનું પ્રતિક વિજયસ્તંભ રાજસ્થાનના ચિત્તોડગઢમાં આવેલ છે. મેવાડના શક્તિશાળી રાજા કુંભાએ મહમૂદ ખીલ્જીના નેતૃત્વ હેઠળ આક્રમણ કરનાર માળવા અને ગુજરાતની મુસ્લિમ સેનાને માર ચખાડ્યો હતો, ત્યારબાદ વિજયના પ્રતીકમાં રાજા કુંભાએ આ સ્તંભનુ નિર્માણ કર્યું હતું. ૧૪૪૮માં નિર્માણ થયેલ આ ભવ્ય અને વિશાલ સ્તંભને ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે.

લગભગ ૩૭ મીટર ઊંચાઈ પર બનેલ આ સ્તંભમાં ૯ માળ છે, જે લાલ ચૂનાના પથ્થર અને સંગેમરમરથી બનેલ છે. સ્તંભ પર દેવી-દેવતાની ભવ્ય મૂર્તિ દોરવામાં આવી છે. આ સ્તંભના નિર્માણમાં લગભગ ૧૦ વર્ષ લાગ્યા હતા.

કુતુબ મીનાર લોહ સ્થંભ

10 most stunning and unique architecture of ancient india | Janvajevu.com

દેશની રાજધાનીમાં આવેલ ૭૩ મીટરની આ ભવ્ય ઇમારત ૧૧૯૨માં કુતુબ્દ્દીન એબક દ્વારા બનાવવાની શરૂઆત કરી હતી, જે પછી ઈલ્તુંત્મીશે પૂર્ણ કર્યું હતું. અનુમાન અનુસાર લગભગ ૨૭ હિંદુ, જૈનના મંદિરોને તોડીને કુતુબ મીનાર બનાવ્યો હતો. તૂટેલા મંદિરના અવશેષોથી દેવ-દેવીના ચિત્રો કુતુબ મીનારની આસપાસ બનાવવામાં આવ્યા. ૧૬૦૦ વર્ષ જુના આ લોહ્સ્તંભમાં અત્યાર સુધી જરા પણ કાટ લાગ્યો નથી તેથી ખબર પડે છે કે પ્રાચીન ભારતીય શિલ્પકલા કેટલા વિશેષજ્ઞ હતી.

Comments

comments


7,870 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 6