સેલ્ફ ડ્રાઇવિંગ કારને ભવિષ્યની કાર માનવામાં આવે છે. સેલ્ફ ડ્રાઇવિંગ કાર માટે હજુ Google અને એપલ પણ ડ્રાઇવર વિનાની કારનું ટેસ્ટીંગ કરી રહ્યા છે. પરંતુ, આ કારને એક ભારતીય વ્યક્તિએ, ટાટા નેનો ને ડ્રાઈવર વગર ચાલતી કાર બનાવી.
ગાડી બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો?
આ વ્યક્તિ કોચી માં રહે છે. કોચીમાં રહેતા રોશી જ્હોન ટીસીએસ ના રોબોટિક્સ વિભાગના હેડ એ આ કામ કરી બતાવ્યું છે. એક દિવસ તે થાકીને ટેક્સી લઈને એરપોર્ટથી ઘરે પાછા ફરી રહ્યા હતા. તેમને નીરીક્ષણ કર્યું કે ટેક્સીનો ડ્રાઈવર તેમનાથી વધારે થાકેલો હતો અને ઓટો ડ્રાઈવ કરતા સમયે તેને વારંવાર ઝોલા આવી રહ્યા હતા.
આ જોયા બાદ રોશીને ખતરનાક લાગ્યું તેથી તેણે ડ્રાઈવર ને પાછળ બેસવાનું કહ્યું અને ઓટો પોતે ચલાવી ઘરે પહોચ્યો. બસ, આ બાબત પરથી તેણે ડ્રાઈવરલેસ કાર બનાવવાનો આઈડિયા આવ્યો.
‘ટાટા નેનો’ નો જ કેમ ઉપયોગ?
રોશી એ આ ગાડી માટે ટાટા નેનો ને વાપરી છે કારણકે એટલા માટે નહિ કે તે સસ્તી છે પણ આનું એન્જિન રીયર સાઈડ માં હતું. આના કારણે તે સેન્સર અને એક્યુરેટર્સ જેવા ઇમ્પોર્ટેન્ટ ઉપકરણો ને વાપરીને ફ્રન્ટ પોર્શન માં વાપરી શકતા હતા.
આ માટે રોશી અને તેની ટીમે સૌપ્રથમ કારના કોમ્પ્યુટરને સીમુંલેશન બનાવીને ટેસ્ટ કર્યું. ત્યારબાદ તેણે કારના ફ્રન્ટ સેન્સર અને કેમેરા સહીત બીજા અન્ય ઉપકરણોને જોઈન્ટ કર્યા. આમાં ઓટોમેટિક ગિયર શિફ્ટિંગ નામનું ઉપકરણ પણ શામેલ છે. આ બધા ઉપકરણો ફીટ કર્યા બાદ કારનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું, જેમાં કાર સફળ રહી.
પાંચ વર્ષ સુધી આવા ઘણા ઉપકરણો ટેસ્ટ કરીને ટીમે દાવો કર્યો છે કે તેમનું મોડ્યુલર સિસ્ટમ કોઇપણ કારમાં ફક્ત એક કલાકમાં ફીટ કરીને તેને ડ્રાઈવરલેસ બનાવી શકે છે.