ભારતના આ મીસ્ટીરિયસ સ્થળો વિષે વૈજ્ઞાનિકો પણ નથી કાઢી શક્યા હલ!

img-54376c2cb6ba4-posts-9077

દુનિયામાં આજે એવી ઘણી બધી જગ્યાઓ છે જે  રહસ્યથી ભરેલ પડી છે. આજ સુધી વૈજ્ઞાનિકો પણ આનો હલ નથી કાઢી શક્યા. જોકે, ઘણી એવી જગ્યાઓ છે જેના રહસ્યમય વિષે વૈજ્ઞાનિકો રિસર્ચ કરી રહ્યા છે. આપણા બધા માંથી બધા લોકો સુરક્ષિત જગ્યાએ જવાનું જ પસંદ કરતા હોય છે, પરંતુ વિશ્વમાં એવા બધા ઘણા સ્થળો છે જ્યાં માનવી ના વસવાટ માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

માણસો ને રહસ્યો અને અજ્ઞાત હંમેશા આકર્ષિત કરે છે. કેટલાક રહસ્યો વિષે લોકોને ખબર પડે તો તેને જાણવાની ઈચ્છા લોકોમાં વધી જાય છે. આવી મીસ્ટીરિયસ જગ્યાઓ ભારતમાં પણ છે, જેના વિષે લોકો ખુબ ઓછુ જાણે છે. આજે અમે તમને તેની સાથે રૂબરૂ કરાવવાના છીએ.

રૂપકુંડ લેક – ઉત્તરાખંડ

Roopkund8

રૂપકુંડ તળાવ, ગ્લેશિયર્સ (હિમનદી) થી બનેલ લેક છે, જે ઉત્તરાખંડમાં આવેલ છે. ઉત્તરાખંડ માં રૂપકુંડ લેક હાડપિંજરો ને કારણે પ્રખ્યાત છે. આ લેક માંથી અત્યાર સુધી ઘણા બધા હાડપિંજરો મળી આવ્યા છે. આ સ્થળ નિર્જન છે અને હિમાલયથી લગભગ 5.029 મીટરની ઉંચાઈ પર સ્થિત છે. આ લેકમાંથી ઘરેણાં, ખોપરી, અને હાડકાઓ નીકળી આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર આ લેક પાસે લગભગ ૨૦૦ સ્કેલેટન (કંકાલ) નવમી સદીના એ ભારતીય આદિવાસીઓના છે જે કરા ના તોફાનમાં મૃત્યુ પામ્યા હતા.

હિમાલય પર્વત

DSC03946

હિમાલય પર્વત જેટલો મોટો છે તેટલી જ તેમાં મીસ્ટીરિયસ કહાનીઓ છુપાયેલી છે. અહિ હિમમાનવ પણ રહે છે જે તિબેટ અને નેપાળના વિસ્તારમાં વારંવાર જોવા મળે છે. અહી પર્વતારોહીઓ એ રહસ્યમય લાલ બરફનો વરસાદ પણ જોયો છે.

કોટ્ટયમ-ઇદુક્કી, કેરલ

8ab02a901147718fbe8d401c97e7c860

કેરલ પ્રાંતના કોટ્ટયમ અને ઇદુક્કી જીલ્લામાં 25 જુલાઈ થી 23 સપ્ટેમ્બર 2001 માં એવું લાગ્યું કે જાણે અહી લોહીનો વરસાદ (લાલ વરસાદ) થયો હોય. વર્ષ 1986 થી અત્યાર સુધી અહી આવો (લાલ વરસાદ) ઘણો વરસાદ થઇ ચુક્યો છે.

કુલધારા, રાજસ્થાન

Kuldhara-Source-musetheplace.com_

રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં કુલધારા ગામ આવેલ છે. કહેવાય છે કે આ ગામ શાપિત છે, આમાં કોઈ લોકો નથી ટકતું. કેટલાક વર્ષો પહેલા આ ગામને બ્રાહ્મણોએ વસાવ્યું હતું. આ ગામ પાછલા ૧૭૦ વર્ષોથી વિરાન પડ્યું છે. અહી ફરવા આવતા લોકો અનુસાર અહીંની બઝારમાં વિચિત્ર અવાજો, વાતો કરતી મહિલાઓ અને તેમની પાયલ, બંગડીનો અવાજ આવવાથી અહીનું વાતાવરણ ભયંકર બની જાય છે.

કહાનીઓ અનુસાર આ ગામ પાલીવાલ બ્રાહ્મણો એ વસાવ્યું હતું અને તે ખુબ સુખી પણ હતું. જુના નિવાસસ્થાન અનુસાર અહી એક સલીમ સિંહ નામનો એક મંત્રી રહેતો હતો. જેનું મન પાલીવાલ બ્રાહ્મણોની મોટી પુત્રી પર આવી ગયું. સલીમ સિંહ બ્રાહ્મણની મોટી પુત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. લગ્ન ન કરવા માટે તેણે તેના પર વધારે ટેક્સનો દબાવ નાખ્યો. જોકે, પાલીવાલ બ્રાહ્મણો પણ માને એવા ન હતા. વર્ષ 1825માં રાત્રે ગામના અધ્યક્ષ સહિત 83 લોકો ગામ છોડી ચાલ્યા ગયા. બસ, ત્યારથી જ ગામ વિરાન પડ્યું છે.

બન્ની ગ્રાસલેન્ડ રિઝર્વ, કચ્છ

5

બન્ની ગ્રાસલેન્ડ રિઝર્વ ગુજરાતમાં કચ્છના રણમાં દક્ષિણ તરફ આવેલ છે. સ્થાનીય લોકો અનુસાર આ જગ્યાએ રાત્રે લોકો વિચિત્ર લાઈટ ની વાત કરતા હોય છે. જેને લોકો ‘કાયમી પ્રકાશ’ ના નામે જાણે છે. લોકો કેટલીક સદીઓથી આ નઝારો જોતા આવ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે આ પ્રકાશ લોકોનો પીછો કરે છે. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મેદાનો માંથી નીકળતા મિથેન ગેસના ઓક્સીડેશન નું કારણ છે.

Comments

comments


10,013 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 1 = 8