સામાન્ય રીતે મંદિરમાં પ્રસાદ માટે નારિયેળ, સાકર, માખણ કે કોઈ મીઠાઈઓનો પ્રસાદ આપવામાં આવે છે. પરંતુ, ભારતમાં કંઈક મંદિરો એવા પણ છે કે જ્યાં પ્રસાદ કંઈક અલગ જ આપવામાં આવે છે.
અમુક મંદિરોમાં એવી પ્રસાદી આપવામાં આવે છે જેની તમે કલ્પના પણ ન કરી શકો. તો ચાલો જાણીએ ભારતના આવા જ મંદિરો વિષે….
થ્રિસુર, મહાદેવ મંદિર
કેરલના થ્રિસુર મહાદેવ મંદિરમાં પ્રસાદના રૂપમાં ભક્તોને ખાવાની સામગ્રી સિવાય પુસ્તિકાઓ, સીડી-ડીવીડી અને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે.
આ મંદિરના ટ્રસ્ટનું માનવું છે કે જ્ઞાનનો પ્રચાર અને પ્રસારણ સિવાય બીજો કોઈ સારો પ્રસાદ ન હોય શકે.
ચાઈનીઝ કાલિ મંદિર, કોલકાતા
કોલકાતાના ટાંગરામાં બનેલ આ મંદિરમાં નૂડલ્સ નો પ્રસાદ મળે છે. છે ને એકદમ હટકે…
ખબીસ બાબા મંદિર, સીતાપુર
ઉત્તરપ્રદેશના સીતાપુર સ્થિત ખબીસ બાબા મંદિરમાં ભક્તોને પ્રસાદના રૂપમાં દારૂનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે.
પુરી, જગન્નાથ મંદિર
જગન્નાથ મંદિરથી આરંભ થનારી રથયાત્રા વિશ્વભરમાં લોકોની આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે. આ મંદિરમાં ભગવાનને પ્રસાદના રૂપમાં 56 પ્રકારની વાનગીઓનો ઉપભોગ ચઢાવવામાં આવે છે. ત્યારબાદ જે ભક્તોને આ પ્રસાદ લેવો હોય તે આનંદ બજારના સ્ટોલમાંથી ખરીદી શકે છે.
બાળ સુબ્રાહમન્યા મંદિર, અલેપ્પી
બાળ સુબ્રાહમન્યા મંદિર એ કેરળના અલેપ્પીમાં બનેલ છે. બાલામુરુગન ભગવાનને ચોકલેટ ખુબજ પસંદ છે. એટલા માટે જ આ ભગવાનને ચોકલેટ ચઢાવવામાં આવે છે અને ભક્તોને પણ ભગવાનની પ્રસાદીના રૂપે ચોકલેટ આપવામાં આવે છે.
ધનદાયુંથપાની સ્વામી મંદિર, પલાની
તમિલનાડુના પલાનીમાં સ્થિત ભગવાન મુરુગનના મંદિરમાં પ્રસાદના રૂપે પાંચ ફળો, ગોળ અને શુગર કેન્ડી સહિત ‘જામ’ જેવી ખાદ્ય સામગ્રીના રૂપમાં પ્રસાદી અર્પણ કરવામાં આવે છે.
અલાગાર મંદિર, મદુરાઈ
કહેવાય છે કે ‘જેસા દેશ વેસા ભેસ’. તમિલનાડુના મદુરાઈમાં આવેલ ભગવાન વિષ્ણુનું અલાગાર મંદિરમાં પ્રસાદીના સ્વરૂપે ઢોસા આપવામાં આવે છે.
કામાખ્યા દેવી મંદિર, ગુવાહાટી
દરવર્ષે ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મેળા દરમિયાન ત્રણ દિવસ માટે માં ના દર્શન સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવે છે. ચોથા દિવસે જયારે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે ત્યારે ખુબજ મોટી સંખ્યામાં ભક્તોનું આગમન થયેલ જોવા મળે છે.
આ મંદિરમાં પ્રસાદના રૂપે પ્રત્યેક ભક્તોને ભીના કપડા આપવામાં આવે છે. કહેવાય છે કે આ કપડા ‘માં’ ના રજથી ભીના થયેલ હોય છે.
અમાબ્લાપુઝા, શ્રી કૃષ્ણ મંદિર
કેરલના થીરુવંતપુરમ ની પાસે જ બનેલ અમાબ્લાપુઝામાં ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં પ્રસાદીના રૂપે દૂધ, ખાંડ અને ચોખા થી બનેલ પાયસમ (ખીર) આપવામાં આવે છે.
બિકાનેર, કરણી માતા મંદિર
રાજસ્થાનના બિકાનેરમાં સ્થિત આ મંદિર ઉંદરો વાળું મંદિર અને કરણી માતા, ઉંદરોવાળી માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરમાં 20000 થી પણ વધારે ઉંદરો રહે છે.
આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીના ઉંદરોનો એઠો પ્રસાદ ભક્તોને આપવામાં આવે છે. અહી રહેતા ઉંદરોને માતા ના સંતાન માનવામાં આવે છે.