ભારતના આ ક્રિકેટરોની પત્નીઓને નથી પસંદ ક્રિકેટ, જાણો કેમ?

સામાન્ય રીતે જયારે ક્રિકેટ મેચ આવતી હોય ત્યારે ક્રિકેટરોની પત્ની હાજર રહેતી હોય છે જેથી આપણને એવું લાગે છે કે તે પણ પોતાના પતિની જેમ ક્રિકેટ પ્રેમી છે. જો તમે આવું વિચારતા હોઉ તો તમે ખોટું વિચારી રહ્યા છો. ઘણા ક્રિકેટરોની પત્નીને મેચ જોવી પસંદ નથી તો કોઈને ક્રિકેટ વિષે જ્ઞાન જ નથી. ચાલો જાણીએ આના વિષે..

સુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરી

25-1443169596-raina2

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ને ક્રિકેટ કરતા ફૂટબોલની રમત વધારે પસંદ છે જેના કારણે રૈનાએ ફૂટબોલની મેચ ઇન્ડિયન સુપર લીગ (ISL) માં દિલ્હી ડાયનામોઝ અને પુણે સીટીની મેચ જોઇ હતી. લગ્ન પછી સુરેશ રૈના અને તેમની પત્ની પ્રિયંકા ચૌધરી ઘણી વખત નેધરલેંડમાં ફૂટબોલની મેચ જોતા મળ્યા છે.

દીપિકા પલ્લીકલ અને દિનેશ કાર્તિક

karthikaug19

દીપિકા એક સ્ક્વૅશ સ્પોર્ટ્સ સ્ટાર છે છતા તેને ક્રિકેટ બિલકુલ પણ પસંદ નથી. તે ક્રિકેટ અને ક્રિકેટરોને સખત નફરત કરે છે માત્ર આટલું જ નથી દીપિકાને પોતાનો પતિ કાર્તિક સિવાય કોઇપણ બીજો ક્રિકેટર પસંદ નથી. તેનું માનવું છે કે ભારતમાં ક્રિકેટને વધારે મહત્વ અપાય છે જેથી લોકો બીજી રમતો પર વિશેષ ધ્યાન નથી આપતા.

યુવરાજ સિંહ અને હેઝલ કિચ

yuvraj-hezal_1447303

બ્રિટિશ મોડલ અને બોલિવૂડની અભિનેત્રી હેઝલ કિચને ક્રિકેટ વિષ જરા પણ નોલેજ નથી. હમણાંજ આ બંનેની સગાઇ થઇ છે. યુવરાજ સિંહનું માનવું છે કે તેને ક્રિકેટ વિષે જાણકારી નથી તે જ હેઝલ માટે સારું છે.

મહેન્દ્ર સિહ ધોની અને સાક્ષી ધોની

Dhoni

ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને તેમની પત્ની સાક્ષી ધોનીને તમે આઇપીએલ થી લઈને બધી મેચમાં જોઈ જ હશે. લગ્ન પહેલા તેને ક્રિકેટ જરા પણ પસંદ ન હતી.

સચિન તેંડુલકર અને અંજલિ મહેતા

281126-sachin-tendulkar

અંજલિ ને ક્રિકેટમાં કઈ સમજ નથી પડતી, તે ફક્ત પતિનો જુસ્સો વધારમાં માટે જ સ્ટેડિયમમાં જાય છે. સચિન જણાવે છે કે અંજલિને ક્રિકેટ વધારે પસંદ નથી.

ગૌતમ ગંભીર અને નતાશા જેન

Cricketer-gautam-gambhir-with-his-wife-Jaipur-News

નતાશા ને પહેલા ક્રિકેટ પસંદ ન હતી. તેને લગ્ન બાદજ ક્રિકેટ જોવાનું શરુ કર્યું.

સૌરવ ગાંગુલી અને પત્ની ડોના

b0abba8218a11db80f611b5aa66a5c73_ls_m

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીની પત્ની ડોના ને ક્રિકેટ જરા પણ પસંદ નથી. ક્રિકેટ ન પસંદ કરવાનું કારણ ડોના જણાવે છે કે ગાંગુલી લાંબા સમય સુધી પોતાના પરિવારથી દુર રહ્યો હતો.

રીવાબા અને રવીન્દ્ર જાડેજા

jadeja-instagram1

હાલમાં જ આ બંનેની સગાઇ થઇ છે અને જાણવા મળ્યું છે કે રીવાબાને ક્રિકેટ જોવાનું પસંદ નથી. તેણી હાલમાં અભ્યાસ કરી રહી છે તેણે રવીન્દ્ર ને કહ્યું હતું કે જો મને ટાઇમ મળશે તો જ હું ક્રિકેટ જોઇશ.

Comments

comments


9,431 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × 2 =