દેવ દિવાળીના પછીના દિવસે ભાઈ બીજનો તહેવાર આવે છે. ભાઈ બીજ નો તહેવાર એ ભાઈ બહેનના સ્નેહનો ફેસ્ટીવલ છે. કહેવામાં આવે છે કે ‘જાન’ કહેવા વાળી ગર્લફ્રેન્ડ નો હોય તો કાઈ વાંધો નહિ પણ… ‘ઓય હીરો’ કહેવા વાળી એક બહેન તો ચોક્કસ હોવી જ જોઈએ.
ભાઈ બીજને ‘યમ દ્રિતીય’ પણ કહેવાય છે. શાસ્ત્રો અનુસાર કાર્તિક શુક્લ પક્ષની દ્રિતીયામાં ભાઈ બીજને મૃત્યુના દેવતા યમરાજ નું પૂજન કરવામાં આવતું હતું. સીબ્લીન્ગ્સ આ પાવન તહેવારમાં બહેનો ભાઈને પોતાના ઘરે એટલેકે સાસરે આવવાનું આમંત્રણ આપે છે. આ દરમિયાન એ ભાઈના લલાટે કુમકુમનો ચાંદલો કરે છે અને ભોજન કરાવે છે.
જયારે રક્ષાબંધન તો તહેવાર આવે છે ત્યારે તેમાં બહેન રાખડી બાંધીને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાના પ્રણ લે છે જયારે આમાં તેનાથી ઉલટું હોય છે એટલેકે ભાઈ બીજમાં બહેન ભાઈની રક્ષા, ખુશાલી અને લાંબી ઉમરની કામના કરે છે.
આને રક્ષાબંધન નો જ બીજો તહેવાર માનવામાં આવે છે. આની પાછળ એક પ્રાચીન કથા પ્રચલિત છે. કહેવાય છે કે ભગવાન યમરાજે પોતાની બહેન યમુના ને દર્શન આપ્યા હતા, જે ખુબ જ લાંબા સમયથી તેમની રાહ જોઈ રહી હતી. જયારે ભાઈ આવ્યા ત્યારે તેનું સ્વાગત કર્યું.
જતા સમયે યમરાજે બહેનને વચન આપ્યું કે આ દિવસે જે ભાઈ બહેનના ઘરે જઈ કપાળે ચાંદલો કરાવશે અને તેને બનાવેલ ભોજન જમશે તો તેને યમલોક નહિ મળે. બસ, ત્યારથી ભાઈ બીજ નો તહેવાર ચાલ્યો આવે છે.