ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસનો તહેવાર એટલે જન્માષ્ટમી

Krishna-Janmashtami-140-Character-Sms-160-Words-Messages-in-Hindi-3

જન્માષ્ટમી ના દિવસ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થાય છે. આને ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં રહેતા અને કૃષ્ણમાં આસ્થા રાખતા લોકો પર આ ફેસ્ટીવલને ધામધૂમ અને ઉલ્લાસથી મનાવે છે. આ હિંદુ ઘર્મના મોટા તહેવારો માંથી એક છે.

આ દિવસે કૃષ્ણની જન્મભૂમિ ‘મથુરા’ માં પણ લોકો દર્શન કરવા જાય છે. આ પાવન દિવસે લોકો ઉપવાસ કરે છે અને રાત્રે ઠીક ૧૨ વાગે મંદિરમાં કૃષ્ણનો અભિષેક થાય છે અને પંચામૃત ગ્રહણ કરીને ભક્તો પોતાનો ઉપવાસ ખોલે છે.

સમગ્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે જયારે રાત્રે મટકી ફોડવામાં આવે છે ત્યારે બધાના મોં માં ફક્ત એક જ શબ્દ હોય છે, ‘નંદ ઘેરા નંદ ભયો, જાય કનૈયા લાલ કી’, ‘હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી’. દરેક હિન્દુના ભગવાન શ્રીકૃષ્ણ એ માનીતા આરાધ્ય દેવ છે.

bm-image-775765

જન્માષ્ટમીના દિવસે ગામડામાં અને શહેરોમાં ગોકુલ જેવું મનોરમ્ય એ આહલાદક વાતાવરણ બની જાય છે. દેશ-વિદેશમાં હર્ષોલ્લાસ અને ઉમંગથી આ પાવન તહેવાય ઉજવવાય છે.

શ્રીકૃષ્ણના જન્મોત્સવના દિવસે મંદિરો સહીત ઘર ઘરમાં ભગવાન કાન્હાના ઝૂલા સજાવાય છે અને વિશેષ આરાધના કરાય છે. મંદિરોમાં ભગવાનના ઝૂલાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન લાગે છે. ગીત-સંગીત સાથે ભગવાનને હીંચકામાં ઝુલાવાય છે.

રાત્રે સંગીત સાથે શેરીઓમાં ગોપાલોની ટોળકીઓ નીકળે છે અને માખણ, દહીં, સાકાર યુક્ત મટકી ફોડી શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરે છે.

Comments

comments


7,118 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


− 2 = 1