દુનિયામાં ઘણી ઘણી એવી અજબ ગજબ જગ્યાઓ હોય છે જેના વિષે આપણે સાંભળ્યું નથી હોતું કે કોઈ પણ જગ્યા અત્યંત સુંદર હોય તેના વિષે આપણને ખ્યાલ પણ નથી હોતો. અહી જે જગ્યા બતાવવામાં આવી છે તે કોઈ સ્વર્ગથી કમ નથી.
ઠીક છે, આ જોવાલાયક પ્લેસનું નામ ‘એન્ટીલોપ કેન્યોન’ (Antelope Canyon) છે. આ જગ્યા એરિઝોના, દક્ષિણ-પશ્ચિમ અમેરિકા માં આવેલ છે. આ કેન્યોન નું નિર્માણ નવાઝો સૅન્ડસ્ટોન ના ક્ષારને કારણે થયું છે. ખરેખર, લાખો વર્ષ સુધી અહી પાણી વહેવાના કારણે આ પ્રકારના કેન્યોન (ઘાટી, વેલી નું નિર્માણ થયું છે.
આને જોવાથી એવું લાગે છે કે તમે કોઈ સુંદર એવી પ્રાકૃતિક પેન્ટિંગ ની વચ્ચે ફરી રહ્યા હોવ. પર્યટકો આ જગ્યાએ ખુબ જ આવે છે અને ખુબ ફોટોસ ક્લિક કરે છે. જો તમે એકવાર આ જગ્યાએ જશો તો તમને અહીથી બહાર નીકળવાનું મન જ નહિ જાય. આ સ્લોટ વેલી અહી સૌથી લોકપ્રિય છે.
જયારે તમે આ જગ્યાને જોશો ત્યારે એમ થશે કે ભગવાન ખુબજ ક્રિયેટિવ છે, ફૂર્સતની પળોમાં તેમને આને બનાવી છે. જેની અંદર પ્રવેશતા જ તમને એવું ફિલ થશે કે તમે બીજી જ દુનિયામાં આવી ગયા છો. આનો રંગ અને બનાવટ લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે.