શબરી ધામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા અને ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ (આદિવાસી) તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં આવેલા સુબિર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે આવેલ એક ધાર્મિક યાત્રાધામ છે.
ઉપરાંત આ ગુજરાત સ્થિત સાપુતારાના થોડા અંતરે સ્થિત શબરી ધામ એક જગ્યા છે જ્યાં આદિવાસી શબરી અને ભગવાન રામની પ્રથમ વખત મુલાકાત થઇ હતી. આ એ જગ્યા છે જ્યાં શબરીએ ભગવાન રામને ચાખી ચાખીને મીઠા બોર ખવડાવ્યા હતા.
આ જગ્યાએ ભક્ત શબરી વર્ષોથી ભગવાન રામની રાહ જોઈ રહ્યા હતા. સાપુતારાની નજીક આવેલ આ સ્થાન હાલમાં ઘાર્મિક સ્થળ બનેલ છે. મંદિ૨થી નજીકના અંતરે જ ‘પંપા સરોવ૨’ આવેલ છે. જયાં ભક્ત શબરીનો નિવાસ હતો. આ ધામમાં શરદ પૂર્ણિમાંના દિવસે મોટો મેળો ભરાય છે.
અહીના લોકવાયકા અને દંતકથા અનુસાર ભક્ત શબરીના નામ ઉપ૨થી જ આ ગામનું નામ ‘ભભસુબી૨ભભ’ પડેલ છે પંપા સરોવ૨ વિષે માનવામાં આવે છે કે આ એ જગ્યા છે જ્યાં શબરીએ અને હનુમાનજીને સ્નાન કર્યું હતું. તેથી આને પવિત્ર માનવામાં આવે છે. રામાયણ અનુસાર શબરીએ રામને ‘જંગલી બોર’ ખવડાવ્યા હતા.
અહી એક નાનકડો પહાડ છે જેની ઉપર શબરીનું નાનું એવું મંદિર બનેલ છે. માનવામાં આવે છે કે શબરી આ જગ્યાએ રહેતા હતા. અહી નાના નાના બોરના વૃક્ષો પણ છે. શબરી ધામ એ પ્રભુ શ્રીરામનુ આગમન અને શબરી માતાની ભકિતથી ધન્ય બનેલી પવિત્ર અને પીસફુલ સ્થાન માનવામાં આવે છે. અહી વસંત પંચમી (મહાસુદ પાંચમ) એ પ્રભુ રામ અહીં પધાર્યા હતા.
અહી પહોચવાનો રસ્તો ખુબજ સુંદર છે. આની વચ્ચે વાંસના જંગલો, નાના નાના તળાવો અને ઝુપડીઓની વચ્ચેથી રસ્તો પસાર કરીને જવું પડે છે. જાણકારી અનુસાર અહી દરરોજ ૨૦૦ લોકો મુલાકાત લે છે. ‘શબરી ઘામ સેવક સમિતિ’ અહીના મંદિરની દેખરેખ કરે છે.