બ્લડ પ્રેશરવાળા લોકો માટે બ્રેકફાસ્ટથી ડિનર સુધીની રેસિપીઓ

Recipe in janvajevu.com

અત્યારની ભાગદોડ અને સ્ટ્રેસફુલ લાઈફના કારણે લોકો અનેક રોગોના ભોગ બને છે. તેમાં હાઈ બ્લડપ્રેશરથી પીડાતા લોકો તો અગણીત છે. આવા લોકોએ પોતાના ખાનપાન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. તેમની બેદરકારી કદાચ તરત તો નુકસાન નથી કરતી પણ લાંબા ગાળે આ બેકાળજી ગંભીર પરિણામો તરફ દોરી જાય છે. બ્લડપ્રેશરના દર્દીઓએ ભોજન પ્રત્યે તો ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બને ત્યાં સુધી મીઠું ઓછુ લેવું અને પોષણ મળી રહે તે રીતનો ખોરાક લેવો જરૂરી બની જાય છે. આવા લોકોને ધ્યાને રાખીને જ આજ અમે ખાસ કેટલીક રેસીપીઓ લઈને આવ્યા છીએ. તો હવે તમે પણ ટ્રાય કરો આ રેસિપીઓ અને હેલ્થનું કરો જાળવણી

સેવ ઉપમા

Sev upma - Recipe in janvajevu.com

સામગ્રી

 • 1 ½ કપ ઘઉંની વર્મિસેલી
 • 1 કપ અડદની દાળ
 • ½ ચમચી રાઈ
 • ¾ કપ સમારેલી ડુંગળી
 • 2 લીલા મરચા
 • થોડા મીઠા લીમડાના પાન
 • ¼ કપ સમારેલા ગાજર
 • ¼ કપ લીલા વટાણા
 • ½ ચમચો લીંબુનો રસ
 • ¼ ચમચી મીઠુ

રીત

એક પેનમાં અડધી ચમચી તેલ ગરમ કરો. તેમાં વર્મીસેલી ઉમેરીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. પછી બીજા એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં અડદની દાળ અને રાઈ ઉમેરો. તે તતડે એટલે તેમાં ડુંગળી, મીઠા લીમડાના પાન અને લીલા મરચા ઉમેરીને સાંતળો. થોડીવાર રહીને તેમાં વટાણા, ગાજર ઉમેરીને ¼ કપ પાણી ઉમેરો. તેને ઢાંકીને થોડી વાર ધીમા તાપે પકાવો. પછી તેમાં શેકેલી વર્મીસેલી ઉમેરી અડધો કપ પાણી રેડો. ફરી ઢાંકીને 2-3 મિનીટ પકાવો. તેમાં લીંબુનો રસ અને મીઠુ ઉમેરીને હળવા હાથે મિક્સ કરી દો. તૈયાર છે સેવ ઉપમા.

દહીં ભીંડી

Dahi Bhindi - Recipe in janvajevu.com

સામગ્રી

 • 4 કપ સમારેલો ભીંડો
 • 1 ચમચી જીરૂ
 • 1 ચમચી રાઈ
 • 1 ચમચો અડદની દાળ
 • 2 સુકા લાલ કાશ્મીરી મરચા
 • ½ કપ સમારેલી ડુંગળી
 • 1 કપ સમારેલા ટમેટા
 • ¼ ચમચી લાલ મરચુ
 • ½ ચમચી હળદર
 • ¼ કપ લો ફેટ દહીં
 • 1 ચમચી તેલ
 • ¼ ચમચી મીઠુ

પેસ્ટ માટે

 • 1 ચમચો લીલા નાળીયેરનું છીણ
 • 1 ચમચો કાજુના ટુકડા
 • 3 ચમચા શેકેલા પૌઆ

રીત

પેસ્ટ માટેની બધી સામગ્રીને મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને ક્રશ કરી લો. જરૂર પડ્યે થોડુ પાણી એડ કરી પેસ્ટ બનાવી લો.
એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં ભીંડીને ફ્રાય કરો. તેને સતત હલાવતા રહો. જ્યાં સુધી ભીંડીમાંથી ચીકાશ દેખાતી બંધ થાય ત્યાં સુધી પેનમાં પકાવતા રહો. ભીંડીમાંથી ચીકાશ દેખાતી બંધ એટલે તેને ગેસ પરથી ઉતારી લો. હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં જીરૂ, રાઈ અને અડદની દાળ ઉમેરો. તે તતડે એટલે તેમાં ડુંગળી ઉમેરીને સાંતળો. હવે તેમાં ટમેટા, લાલ મરચુ, મીઠુ, હળદર અને તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીને થોડીવાર પકાવો. આ દરમિયાન એક કપ પાણીમાં દહી ઉમેરીને તેને ફેંટી લો. ફેંટેલા દહીને પણ પેનમાં ઉમેરી દો. હવે તેમાં ઉકળવા લાગે એટલે ફ્રાય કરેલા ભીંડા ઉમેરીને 5 મિનીટ પકાવો. તૈયાર છે દહીં ભીંડીનું શાક.

ન્યુટ્રી સલાડ

fruit vegetable salad recipes - Janvajevu.com

સામગ્રી

 • ¼ કપ છીણેલી કોબીજ
 • ¼ કપ છીણેલી લાલ કોબીજ
 • ¼ કપ સમારેલા ટમેટા
 • ½ કપ ગાજરની પાતળી સ્લાઈસ
 • ½ કપ કાકડીની પાતળી સ્લાઈસ
 • ¼ કપ પાતળા સમારેલા લાલ કેપ્સીકમ
 • ¼ કપ પાતળા સમારેલા પીળા કેપ્સીકમ
 • ¼ કપ પાતળા સમારેલા લીલા કેપ્સીકમ

ડ્રેસીંગ માટે

 • 1 મિડિયમ સાઈઝનું સફરજન
 • 1 ચમચો લીંબુનો રસ
 • 1 ચમચી ખાંડ
 • ½ ચમચી ડ્રાઈડ ઓરેગાનો
 • 1 ચમચો ટુકડા કરેલી કિસમીસ
 • 1/8 ચમચી મીઠુ

રીત

બધી જ સામગ્રી મિક્સ કરો. ડ્રેસીંગ માટેની સામગ્રી પણ ઉમેરીને મિક્સ કરી દો. તૈયાર છે ન્યુટ્રી સલાડ.

વન મીલ સુપ

Recipe in janvajevu.com

સામગ્રી

 • ¼ કપ મગની છોતરા વિનાની દાળ
 • 2 ડુંગળી
 • 2 બટેટા
 • 2 ચમચા સમારેલુ કોબી ફ્લાવર
 • ¼ કપ સમારેલુ ગાજર
 • 1 ચમચી તેલ
 • ¼ ચમચી મીઠુ
 • મરી પાઉડર સ્વાદ પ્રમાણે
 • 2 ચમચા સુવાની ભાજી
 • 2 ચમચા લીંબુનો રસ

રીત

મગની દાળને ધોઈને સાઈડમાં મુકો. પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. તેમાં ડુંગળી અને બટેટાના ટુકડા ઉમેરીને થોડીવાર સાંતળો. પછી તેમાં મગની દાળ અને 4 કપ પાણી રેડી ઢાંકણ બંધ કરી દો. 7-8 સીટી વાગવા દો. કુકર ખોલી તેમાં કોબી ફ્લાવર અને ગાજર ઉમેરીને પાકવા દો. થોડીવાર પછી તેમાં મરી પાઉડર ઉમેરો. થોડીવાર ઉકાળ્યા પછી ગેસ બંધ. સુપને સર્વ કરતા પહેલા તેમાં સુવાની ભાજી અને લીંબુનો રસ ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.

પનીર પુલાવ

Paneer Pulav - Recipe in janvajevu.com

સામગ્રી

 • 2 કપ બાસમતી ચોખા
 • 1 ચમચો તેલ
 • 2 કપ પનીરના ટુકડા
 • ¼ કપ સમારેલા કેપ્સીકમ
 • 2 ચમચી બટર
 • ¾ કપ સમારેલી ડુંગળી
 • 1 ½ ચમચો સમારેલુ આદુ
 • 1 ½ ચમચો સમારેલુ લસણ
 • 2 ચમચી લીલા મરચાની પેસ્ટ
 • 1/3 કપ ટમેટાની પ્યુરી
 • 1 ચમચી ગરમ મસાલો
 • મીઠુ સ્વાદ મુજબ
 • ½ ચમચી ખાંડ
 • ½ કપ દહીં

રીત

ચોખાને ધોઈને 10-15 મિનીટ પલાળી રાખો. પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો. તેમાં પનીર અને કેપ્સીકમ ઉમેરી મધ્યમ તાપે સાંતળો. પછી તેને કાઢીને સાઈડ પર મુકી દો. ફરી પ્રેશર કુકરમાં બટર ગરમ કરી તેમાં ડુંગળી, આદુ, લસણ, લીલા મરચાની પેસ્ટ ઉમેરીને સાંતળો. પછી ટમેટો પ્યુરી, ગરમ મસાલો, મીઠુ અને ખાંડ ઉમેરી મધ્યમ તાપે 2-3 મિનીટ માટે પકાવો. દરમિયાન તેને સતત હલાવતા રહો. હવે તેમાં દહીં, પલાળેલા ભાત, પનીર, કેપ્સીકમ અને 3 ½ કપ પાણી ઉમેરી પ્રેશર કુકર બંધ કરી દો. 2 સીટી વાગે ત્યાં સુધી તેને પકાવો. પછી ગેસ બંધ કરી દો. કુકરની વરાળ કાઢવી નહીં. જાતે જ કુકર ઠંડુ થવા દો. તૈયાર છે ગરમા ગરમ પુલાવ.

ખાટી મીઠી વેજિટેબલ દાળ

Dal - Recipe in janvajevu.com

સામગ્રી

 • ½ કપ તુવેરની દાળ
 • ¼ કપ મસુરની દાળ
 • ¼ કપ કોળાના ટુકડા
 • ¼ કપ સમારેલા રીંગણ
 • ¼ કપ બટેટા
 • ¼ કપ ગુવારની શીંગ
 • ¼ કપ કાચા કેળાના ટુકડા
 • 5 થી 6 નાની ડુંગળી
 • ½ ચમચી હળદર
 • ¼ ચમચી મીઠુ
 • 1 ચમચો સમારેલી કોથમીર
 • 2 ½ ચમચા આમલી
 • 2 ½ ચમચા ગોળ

વઘાર માટે

 • 2 ચમચી રાઈ
 • 2 લવિંગ
 • 1 ઈંચ તજનો ટુકડો
 • 1 સુકુ લાલ મરચુ
 • ½ ચમચી લાલ મરચુ પાઉડર
 • ¼ હિંગ
 • 2 ચમચી તેલ

રીત

¼ કપ પાણીમાં ગોળ અને આમલીને ઉકાળી લો. તે ઠંડી થાય એટલે તેને છુંદીને ગાળી લો.
પ્રેશર કુકરમાં 3 ½ કપ પાણી અને તુવેરની દાળ મિક્સ કરી ગેસ પર બાફવા મુકો. 4-5 સીટી વાગે પછી તેને બંધ કરી દો. બધા શાકભાજીને ધોઈને પાણીમાં ડુબાડી 8-10 મિનીટ ઉકળતા પાણીમાં પકાવો. પછી ગેસ બંધ કરી શાકભાજીને પાણીમાંથી કાઢી લો.

એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, લવિંગ, તજ, હિંગ, સુકા મરચાનો વધાર કરો. થોડી વાર પછી તેમાં દાળ અને ઉકાળેલા શાક ઉમેરો. તેમાં આમલી-ગોળનું પાઈ ઉમેરો ઉપરથી મીઠુ, હળદર અને લાલ મરચું ઉમેરો. હવે 5 મિનીટ પકાવો. દાળમાં ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી ઉતારી લો. કોથમીરથી ગાર્નિશ કરી તેને સર્વ કરો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,747 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 13