બ્રુનેઇ ના સુલતાન હસનલ નું નામ દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાં આવે છે. આનું એકમાત્ર કારણ છે અહીના ઓઇલ ભંડાર. દુનિયામાં અમીર લોકોની કમી નથી પણ બ્રુનેઇ ના સુલતાન ની વાત કઈક અલગ જ છે. સુલતાન અને તેમનો પરિવાર ફક્ત સોનાના પ્લેન અને ગાડીઓ માં જ સફર નથી કરતો પણ તેમની પાસે 7 હજાર વૈભવી ગાડીઓ પણ શામેલ છે.
ઘણા ઓઇલ ભંડાર ના માલિક બ્રુનેઇ ના સુલતાન હસનલ ને પહેલી વાર 1980 માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ નું ટાઇટલ (ખિતાબ) આપવામાં આવ્યો છે. 1990 માં અમેરિકન ઉદ્યોગપતિ બિલ ગેટ્સ એ તેમની પાસે થી આ ટાઇટલ લઈ લીધું હતું. સુલતાન ની પાસે કુલ અસ્કયામતો 1.24 લાખ કરોડ રૂપિયા છે. સુલતાન પાસે કારો નું પણ ખુબ લાંબુ લીસ્ટ છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અનુસાર બ્રુનેઇના 29 માં સુલતાન હસનલ બોલ્કિયા ને વર્ષ 1993 માં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બતાવ્યા છે.
સુલતાન હસનલ ને બેન્ટલે જેવી મોંધી કારો ખુબ પસંદ છે. માત્ર આટલું જ નહિ પણ સુલતાન ની પાસે ફેરારી વેંગનાજેશંસ, એસ્ટન માર્ટિન અને બેન્ટલે જેવી મોંધી કારો પણ છે. સુલતાન નાં ગેરેજ ની લંબાઈ અને ઊંચાઈ પાંચ એરક્રાફ્ટ હેંગર ની બરાબર છે, જેમાં 7 હજાર કરતાં વધુ કાર પાર્ક છે. આ ગાડીયો ની કીમત 5 બિલિયન ડોલર એટલે કે 3 અરબ રૂપિયા થી પણ વધારે છે.
તેમની પાસે 7,000 લકઝરી કારો છે. આમાં 600 મર્સિડીઝ, 20 લેમ્બોર્ગીની, 160 પોર્શ, 130 રોલ્સ રોયલ, 360 ફરારી, 170 જગુઆર, 180 બીએમડબલ્યુ, 360 બેન્ટલી, 530 મર્સિડીઝ બેન્ઝ અને સોનાં થી જડેલ વિમાન પણ છે. સુલતાન પોતે 1788 રૂમ વાળા મહેલમાં રહે છે, જેની છત પર સોનાની પ્લેટ્સ જડેલ છે. સુલતાન ના આ મહેલ ને દુનિયાના સૌથી મોંધા મહેલ માંથી એક માનવામાં આવે છે.
આ ઉપરાંત સુલતાન ની પાસે બોઇંગ 747-400 વિમાન પણ છે. આ જેટ તમામ સુખ-સુવિધાથી સજ્જ છે અને આ જેટમાં એ તમામ ફેસિલિટી છે જે સુલતાન ને પસંદ છે. આમાં એક રીમોટ કંટ્રોલ ડેસ્ક પણ છે. આ વિમાનની અંદર એક લિવિંગ રૂમ, બેડરૂમ અને પુષ્કળ સોનું છે.