બોલીવુડના સ્ટાર્સને જેવી રીતે મુવીઝમાં બતાવવામાં આવે છે જેનાથી ઉલટા તેઓ રિયલ લાઇફમાં હોય છે. બધા લોકોની અમુક ટેવો હોય છે કોઈક સારી તો કોઈક ખરાબ. કેટલાક સ્ટાર્સ પોતાની ખરાબ આદતોને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે. અમુક વાર પોતાની આ ખરાબ હેબિટને કારણકે ડાયરેક્ટર ને પણ મુસીબત થતી હોય છે. તો ચાલો જાણીએ તમારા ફેવરીટ સ્ટાર્સની કઈ-કઈ ખરાબ આદતો છે…
શાહરૂખ ખાન
શાહરૂખને સિગારેટ પીવાની ટેવ છે એ તો બધા જ જાણે છે પણ તેમની એક વધુ બેડ આદત છે જેને કદાચ તેમના ફેન નથી જણતા હોય. હંમેશાં સુટમાં ટીપટોપ રહેતા શાહરૂખને પોતાના બુટને ત્રણ ચાર દિવસ સુધી ન ઉતારવાની બેડ આદત છે.
કરીના કપૂર
બોલીવુડની બેબો અને સૈફ અલી ખાન ની પત્ની કરીના કપૂર ને નખ ચાવવાની ટેવ છે. આ ખરાબ ટેવને છોડવા કરીનાએ ધણી મહેનત કરી છતા તે આ હેબિટને છોડી શકી નથી. કરીના કપૂરની આ ટેવને કારણે પણ તેના લાખો પ્રશંસક તેને ચાહે છે.
દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણને ખરાબ ઘર રાખવું જરા પણ પસંદ નથી. તે પોતાનું ઘર તો સાફ રાખે જ છે સાથે સાથે તે જયારે પોતાના ફ્રેન્ડસના ઘરે જાય તો તેનું ઘર ગંદુ હોય તો તેને જાતે જ સાફ કરવા માંડે છે.
અમિતાબ બચ્ચન
બોલિવૂડના મેગાસ્ટાર અમિતાબ બચ્ચન ને બે ઘડિયાળ પહેરવાની આદત છે. જયારે પણ તેમની ફેમિલી માંથી કોઈ ઇન્ડિયાની બહાર જાય તો એક ઘડિયાળ તે સમયના અંદાજે રાખે છે. પોતાની એક જગ્યાનો ટાઈમ જોવા માટે તેઓ બે ઘડિયાળ પહેરે છે.
સુસ્મિતા સેન
મિસ યુનિવર્સ અને બોલિવૂડમાં હિટ ફિલ્મો આપનારી સુસ્મિતાને સન બાથ માં ન્હાવાની આદત છે. પોતાના ઘરમાં સુસ્મિતાએ સન બાથ માટે ઓપન રૂફ બાથરૂમ પણ બનાવડાવ્યું છે.
વિદ્યા બાલન
વિદ્યા બાલન જેટલી સુંદર છે તેટલી જ મહેનતી પણ છે. બોલીવુડમાં એન્ટરટેઇનમેન્ટની મહારાણી વિદ્યાને મોબાઇલ સાથે સખત નફરત છે. તે પોતાના મોબાઇલને કેટલાય દિવસો સુધી ચેક પણ નથી કરતી. આ ઉપરાંત તેને ગંદકી સહેજ પણ પસંદ નથી. પોતાના ઘરથી લઇને વેનિટી વેન સુધીની બધી વસ્તુઓ વિદ્યા ને સાફ જ જોઈએ. પોતાની ખરાબ આદતને કારણે પણ વિદ્યા પોતાના ફ્રેન્ડસના દિલમાં રાજ કરે છે.
અજય દેવગણ
અજયને ખરાબ અને દુર્ગંધ વાળી આંગળીઓથી નફરત છે. ઉપરાંત તેને ખાવાની ગંઘ જો આંગળીમાં આવતી હોય તો પણ તેને તે પસંદ નથી. તેથી તેઓ કાંટા વાળી ચમચી અને છરીની મદદથી રોટલી ખાય છે.
શાહિદ કપૂર
શાહિદ કપૂરને કોફી પીવાની ખરાબ ટેવ છે. ફક્ત આટલું જ નહિ કોફી પ્રત્યે તેમની દીવાનગી એવી છવાયેલ છે કે તે એક દિવસમાં ૭ થી ૮ કપ કોફી પી જાય છે.
જોન અબ્રાહમ
બોલીવુડનો હષ્ટ પુષ્ટ એક્ટર જોન અબ્રાહમ ને આમ તો ડાન્સ કરવામાં કોઈ ખાસ રસ નથી પણ તેમને પગ હલાવવાની આદત પડેલ છે. તેમની આ ખરાબ આદતને તેમની ફેમીલી અને ફ્રેન્ડસ પણ પસંદ નથી કરતા. જોનની આ બેડ હેબિટને કારણકે પણ કરોડો ગર્લ્સ તેમની દિવાની છે.