જયારે ફિલ્મનું શુટિંગ ચાલતું હોય ત્યારે બોલીવુડના સ્ટાર્સ એક્ટિંગ કરવામાં હોશિયાર હોય છે પણ જયારે ડાન્સ કરવાનો વારો આવે ત્યારે ડાન્સ ન આવડવા ને કારણે તેમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. અમુક સેલેબ્સ એક્સેલેંટ ધૂમકા તો લગાવ્યા પણ અન્ય બી ટાઉન સ્ટાર્સની તુલનામાં તેઓ પાછળ રહી ગયા. ચાલો જાણીએ તેવા સ્ટાર્સ વિષે….
સલમાન ખાન
બોલીવુડના ભાઈજાન સલમાન પોતાની દરેક ફિલ્મ માં પોતાની સિગ્નેચર નો સ્ટેપ્સ જરૂર રાખે છે અને રાખે પણ કેમ નહિ આખરે તેમના સિગ્નેચર નો સ્ટેપ્સના લાખો દિવાના જો છે. જોકે, વ્યાવસાયિક ડાન્સરનું માનવી છે કે સલમાન સારા ડાન્સર નથી.
અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન ને પણ પોતાના પિતા અમિતાભની જેમ ડાન્સમાં પરેશાની થાય છે. જો ડાન્સિંગ ની વાત કરવામાં આવે તો તેઓ તેના પિતા કરતા થોડા સારા છે અને એક્ટિંગ ના મામલામાં તેના પિતા કરતા થોડા પાછળ છે.
કંગના રાણાવત
વિવાદો થી પોતાનો જુનો સબંધ અને પોતાના બોલ્ડ એન્ડ હોટ સ્ટેટમેનથી વિવાદ જગાડતી કંગના એક્ટિંગમાં પાક્કી છે પણ ડાન્સિંગમાં ફ્લોપ રહી.
આમિર ખાન
બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ આમિર ને એક વાત નું દુ:ખ છે કે તેઓ ડાન્સ કરવામાં પાછળ છે. ફિલ્મના શુટિંગ દરમિયાન આમિરને ડાન્સમાં વધારે ધ્યાન એકત્રિત કરવું પડે છે.
જ્હોન અબ્રાહમ
પોતાના સિક્સ પેક એબ્સથી લાખો ગર્લ્સને ઘાયલ કરનાર જ્હોનના પગ ડાન્સમાં થોડા કાચા છે. જોકે, જયારે ડાન્સિંગની વાત આવે ત્યારે તેઓ થોડા ગભરાય છે. તેમને એક્શન મુવીમાં સ્ટંટ કરવા વધારે પસંદ છે.