બોલીવુડમાં છાનામાના લગ્ન કરવા એ હવે સામાન્ય વાત બની ગઈ છે. ચાલો જાણીએ કે બોલીવુડના કયા સ્ટાર્સે કર્યા સિક્રેટ વેડિંગ.
પ્રિટી ઝિન્ટા અને જીન ગુડઈનફ
બોલીવુડની ડીમ્પલ ગર્લના નામથી જાણીતી અને આઈપીએલ ટીમ કિંગ્સ ઈલેવન પંજાબની ઓનર પ્રિટી ઝિન્ટાએ થોડા મહિના પહેલા જ પોતાનો પ્રેમી જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા છે. આ બંનેએ કોઈને જણાવ્યા વગર લોસ એન્જલસમાં લગ્ન કર્યા. આ લગ્નમાં પ્રિટીના ક્લોઝ ફ્રેન્ડસ અને ફેમિલી મેમ્બર્સ જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ પોતાના પતિની તસ્વીર સૌપ્રથમ પ્રિટીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
સંજય દત્ત અને માન્યતા દત્ત
2 વર્ષના રિલેશનશિપ બાદ સંજયે માન્યતા સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્નની સેરેમની 11 ફેબ્રુઆરી, 2008 માં થઇ હતી. આ માન્યતાના બીજા લગ્ન છે તો સંજયના ત્રીજા.
પરવીન દુસંજ અને કબીર બેદી
કબીર બેદી હંમેશાં પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યા છે. કબીર બેદીએ પોતાના 70 માં બર્થડે પર ચોથા લગ્ન કર્યા હતા. તેમની પુત્રી પૂજા કરતા પણ નાની ઉમરની છે તેમની પત્ની. તમને જણાવી દઈએ કે પરવીન 42 વર્ષની છે, જે કબીર બેદી કરતા 29 વર્ષ નાની છે. જોકે, પોતાના પિતાના ચોથા લગ્નથી પૂજા બેદી ખુબ નાખુશ હતી.
મિનિષા લાંબા અને રાયન થમ
મિનિષાએ પોતાનો લોંગ ટાઈમ બોયફ્રેન્ડ રાયન સાથે લગ્ન કર્યા અને કોઈને પણ ખબર પડવા દીધી નહતી. લોકોને ખબર ત્યારે પડી જયારે પૂજા બેડીએ તેને ટ્વીટર પર અભિનંદન પાઠવ્યા. રાયન એ જુહુના ફેમસ નાઇટ ક્લબના માલિક છે.
જ્હોન અબ્રાહમ અને પ્રીયા રુંચાલ
જ્હોન અબ્રાહમ પોતાની ગર્લફ્રેન્ડ પ્રીયા રુંચાલ સાથે અમેરિકા ફરવા ગયા હતા અને તેમણે ત્યાં જ લગ્ન કરી લીધા. આ બંનેના લગ્નમાં પોતાના ફેમિલી મેમ્બર્સ જ હાજર હતા.
માધુરી દિક્ષિત અને શ્રીરામ નેને
બોલીવુડની ઘક-ઘક ગર્લ માધુરી દિક્ષિતે લગ્ન કર્યા તે અંગે મીડિયાને પણ ખબર નહતી. આ બંનેએ લગ્ન લોસ એન્જલસ માં કર્યા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો જ હાજર હતું.
ઉર્મિલા માતોંડકર અને મોહસિન અખ્તર મીર
ઉર્મિલાએ 42 વર્ષની ઉમરમાં મોહસિન સાથે 2016 માં લગ્ન કર્યા હતા. મોહસિન અખ્તર મીર એ કાશ્મીરના બિઝનેસમેન અને મોડેલ પણ રહી ચુક્યા છે. ઉમરમાં મોહસિન ઉર્મિલા કરતા 9 વર્ષ નાનો છે. પોતાના લગ્નની આ ખબર ઉર્મિલાના મિત્રોએ સોશિયલ મીડિયામાં જણાવી હતી. 33 વર્ષીય મોહસિન 2007 માં મિસ્ટર ઇન્ડિયા કોન્ટેસ્ટના સેકન્ડ રનર અપ રહું ચુક્યા છે.