ચેન્નાઈ એક્સપ્રેસના શૂટિંગ દરમ્યાનનો એક સીન
રેલવેની બોલીવુડમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે. બર્નિગં ટ્રેન, દિલવાલે દૂલ્હનિયા લે જાયેંગે અથવા જબ વી મેટથી ચેન્નાઈ એક્સપ્રેસ સુધીની ફિલ્મોમાં ટ્રેનમાં પણ સેન્ટ્રલ રોલમાં જોવા મળી. ગીતનાં શુટિંગથી લઇને મૂવીના શોટ્સ રેલવેમાં ફ્લિમાવામાં આવ્યાં. ઉલ્લેખનીય છે કે, બોલીવુડ પણ રેલવે માટે આવકનું એક સાધન છે. બોલીવુડ ફિલ્મોમાં રોલ માટે રેલવેને મહેનતાણું મળે છે. તે પણ રોજનું અંદાજે 1.25 લાખ રૂપિયા. જોકે આ માત્ર એક એન્જિન અને એક ડબ્બા માટેની આવક છે. જો ચાર ડબ્બાવાળી ટ્રેનની વાત કરીએ તો ફી અઢી લાખ રૂપિયા પ્રતિ દિવસ સુધી પહોંચી જાય છે.
Janvajevu.com તમને જણાવી રહ્યું કેવી રીતે રેલવેને આવક થાય છે અને પહેલા કેટલી ફી લેવામાં આવતી હતી.
દર વર્ષે બે કરોડ કરતાં વધુની આવક
રેલવેને દર વર્ષે બે કરોડ રૂપિયાથી વધુની આવક માત્ર બોલીવુડ ફિલ્મ શૂટિંગથી થાય છે. સૌથી વધુ માગ મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ (સીએસટી) રેલવે સ્ટેશનની છે. તેની બિલ્ડિંગ વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સામેલ છે. મુંબઈ રેલવેના ટ્રેક્સ પર વર્ષ દરમિયાન 50થી વધુ ફિલ્મોનું શૂટિંગ થાય છે.
લોકેશનની ડિમાન્ડ પર ફીનો આધાર
પ્રતિ દિવસ શૂટિંગ માટે ફી 1-2.5 લાખ રૂપિયા છે. જે લોકેશનની માગ પર આધાર રાખે છે. કેટલાક નાના સ્ટેશન પર ફી 60-70 હજાર રૂપિયા પ્રતિ દિવસ પણ છે. ફી ઉપરાંત 5 લાખ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ અને 5 કરોડનો વીમો પણ જરૂરી છે.
પહેલા 100 રૂપિયા પ્રતિ દિવસની ફી હતી
જૂના સમયમાં રેલવે શૂટિંગ માટે વીમો અને સિક્યોરિટી ડિપોઝિટ લેતું ન હતું. પરંતુ, ધ બર્નિંગ ટ્રેનના શૂટિંગ દરમિયાન થયેલ અકસ્માત અને નુકસાન બાદ તે જરૂરી કરી દેવામાં આવ્યું. ત્યારે શૂટિંગની ફી માત્ર 100 રૂપિયા હતી. બીઆર ચોપરાએ એક મહિનાની મંજૂરી લીધી હતી. મતલબ માત્ર 3000 રૂપિયામાં આખી ફિલ્મ.
શા માટે વીમાની શરૂઆત કરવામાં આવી
ધ બર્નિંગ ટ્રેનનાં શૂટિંગ દરમિયાન ડાયરેક્ટરે સીનને વધુ વાસ્તવિક બનાવવા માટે ટ્રેનના ડબ્બામાં ખરેખર આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં, શૂટિંગ બાદ તેની ભરપાઈ પણ કરી ન હતી. ત્યાર બાદથી રેલવે નવા નિયમો બનાવ્યા. હવે શૂટિંગ માટે મંજૂરી લેવા માટે સ્ક્રિપ્ટ જમા કરાવાવની જરૂરત પડે છે. રેલવે સંભવિત જોખમ, નુકસાન અને પોતાના સમયઅનુસાર અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મંજૂરી આપવામાં આવે છે.
વિશ્વની પ્રથમ ફિલ્મમાં પણ ટ્રેન હતી
ફિલ્મમાં ટ્રેનનો ઉપયોગ પ્રથમ ફિલ્મથી જ થઈ ગયો હતો. લૂમિયર બ્રધર્સે જ્યારે 1895માં વિશ્વની પ્રથમ ફિલ્મ બનાવી ત્યારે તેના બીજા ભાગમાં ટ્રેનનો સીન હતો. ભારતમાં સૌથી પહેલા ટ્રેન 1936માં અછૂત કન્યા નામની ફિલ્મમાં બતાવવામાં આવી હતી.
અનિલ કપુરની ફિલ્મમાં આવ્યો સૌથી મોંઘો સીન
ટ્રેનની ફિલ્મી ઈતિહાસનો સૌથી મોંઘે સીન હતો બોની કપૂરની ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’માં. જેમાં અનિલ કપૂરને હેલિકોપ્ટર પરથી માલગાડી પર કુદીને રૂપિયા લૂટવાના હતા. આ સીન માટે માત્ર ટ્રેન પર જ 4 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે, શોલેમાં ટ્રેન લૂટના શૂટિંગ કરવા માટે હોલીવુડથી નિષ્ણાંતોને બોલાવવામાં આવ્યાં હતાં. તેના શૂટિંગમાં સાત અઠવાડિયાનો સમય લાગ્યો હતો.
છૈંયા છૈંયા ગીતથી આવ્યો નવો ટ્રેન્ડ
ટ્રેનમાં શૂટિંગ કરવું સરળ નથી હોતું. ફિલ્મ ઘરના શૂટિંગ મુંબઈના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર શૂટિંગ ચાલી રહ્યું હતું. રેખાએ દોડીને વિનોદ મેહરાની પાસે જવાનું હતું. ક્યારે તે ઝડપથી દોડતા તો ક્યારેક ધીમે. પરફેક્ટ શોટ લેવા માટે રેખાએ 19 વખત પ્લેટફોર્મ પર દોડવું પડ્યું હતું. આ તે ફિલ્મનો મુરુત શોટ હતો. પરંતુ ફિલ્મમાં સૌથી છેલ્લે બતાવવામાં આવ્યો હતો. જ્યારે, શાહરૂખ ખાનની ફિલ્મ દિલ સેના એક ગીત છૈંયા છૈંયાનું શૂટિંગ ટ્રેનની છત પર કરીને નવા ટ્રેન્ડની શરૂઆત કરવામાં આવી. રા-વન ફિલ્મમાં ટ્રેનના એક શોટ માટે 23 કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મેટ્રોની પણ માગ છે
થોડા સમય પહેલા મુંબઈના વેસ્ટર્ન રેલવેએ કંગના રાણાવતની મુંબઈના આઈએએસ વિશ્વાસ પાટિલ નિર્દેશિત ફિલ્મ રજ્જો માટે લોકલ ટ્રેનને કેન્સલ કરી દીધી હતી. હાલમાં દિલ્હીની મેટ્રોમાં શૂટિંગની પણ માગ છે. ફિલ્મ પામાં અમિતાભ બચ્ચને પોતાની માતા વિદ્યા બાલનની સાથે મેટ્રોમાં પ્રવાસ કરતાં હતાં. સોનમ કપૂરની દિલ્હી-6માં, બેવફા, ચીની કમ અને દેવ ડીનું શૂટિંગ પણ મેટ્રોમાં થયું છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર