બોલિવૂડના રોચક તથ્યો, અવશ્ય જાણો

bollywood-banner-6a

બોલિવૂડ પોતાનો જાદુ, ગપશપ અને ઘણા બધા રહસ્યો છુપાવવા માટે પ્રખ્યાત છે. જો તમે વિચારતા હોવ કે તમે બોલિવૂડ વિષે બધું જ જાણો છો તો તમે ખોટા છે, કારણકે આમાં એવા ઘણાં બધા રહસ્યો છે જેના વિષે લોકો નથી જાણતા. ચાલો જાણીએ આના વિષે…

* બોલિવૂડને તેમનું નામ ૧૯૭૦માં મળ્યું હતું.

* ભારતમાં દરવર્ષે ૪૦૦ કરોડ ફિલ્મની ટીકીટો વહેચાય છે.

* એક સર્વે અનુસાર ૧.૪ કરોડ ભારતીય રોજ ફિલ્મ જુવે છે.

* ડકેતીને કારણે બોલિવૂડને દર વર્ષે 100 મિલિયન $ નું નુકશાન થાય છે.

* ૧૯૯૦ સુધી અમિતાબ બચ્ચન એકમાત્ર એવા અભિનેતા હતા જેમણે કરોડોમાં ફીસ મળતી હતી.

* આમિર ખાનની ફિલ્મ ‘લગાન’ પહેલી એવી ભારતીય ફિલ્મ હતી જેમાં સૌથી વધારે બ્રિટિશ અભિનેતા હતા.

facts-about-bollywood

* શાહરુખ ખાનને 2 વખત એરપોર્ટ પર ફક્ત એ માટે પકડવામાં આવ્યા હતા કારણકે તેમના નામની પાછળ ‘ખાન’ સરનેમ લાગે છે.

* બોલિવૂડના અભિનેતા અનિલ કપૂર જયારે મુંબઈમાં નવા નવા રહેવા આવ્યા હતા ત્યારે રાજ કપૂરના ગેરેજમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. પછી તેઓ મધ્યમ વર્ગના ઉપનગરોમાં પોતાના પરિવાર સાથે રહેવા ગયા.

* જયારે બોલિવૂડની અભિનેત્રી શ્રીદેવી, ફક્ત 13 વર્ષની હતી ત્યારે તેમણે ફિલ્મ ‘મુન્દ્રું મુદીછુ’ માં મહાન અભિનેતા રજનીકાંતની સોતેલી માં નો કિરદાર નિભાવ્યો હતો.

* હ્રીતિક રોશનની વાસ્તવિક સરનેમ ‘નાગરથ’ છે રોશન નહિ.

*‘ મુગલ-એ-આઝમ’ ફિલ્મને ત્રણ ભાષાઓમાં એટલેકે હિન્દી, ઇંગલિશ અને તમિલમાં પ્રદર્શિત કરી હતી. જયારે આ ફિલ્મનું તમિલ ભાષામાં સંસ્કરણ કરવામાં આવ્યું ત્યારે તે ફિલ્મ શાનદાર ફ્લોપ રહી. પછી ફિલ્મના ઇંગલિશ સંસ્કરણને પણ હટાવવામાં આવ્યું.

*ફિલ્મ ‘કહોના પ્યાર હે’ નું નામ વર્ષ 2002 માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સૌથી વધારે એવોર્ડ જીતવા વાળી ફિલ્મ માટે દર્જ છે. આ ફિલ્મે ‘92’ પુરસ્કારો જીત્યા હતા.

kahona-pyar-hai

* ઇલા અરૂણ અને અલકા યાજ્ઞિકને ફિલ્મ ‘ખલનાયક’ નુ મશહૂર સોંગ ‘ચોલી કે પીછે ક્યાં હે’ માટે બેસ્ટ પ્લેબેક સિંગિંગ નો એવોર્ડ સંયુક્તપણે મળ્યો હતો. આ ઈતિહાસમાં પહેલો મોકો હતો જયારે બે ગાયીકાએ એક પુરસ્કાર શેર કર્યો હતો.

* અમિતાબ બચ્ચન પહેલાથી સમયના પાક્કા છે. તેઓ ફિલ્મના શૂટીંગ દરમિયાન સેટ પર ચોકીદાર અને ગેટકીપર થી પણ પહેલા પહોચી જાય છે, જેથી તેમણે ગેટ પણ જાતે જ ખોલાવો પડે છે.

* આમિર ખાને એક વાર માથામાંથી બધા વાળ કપાવી નાખ્યા હતા કારણકે એક છોકરીએ તેમના પ્રેમને રિજેક્ટ કરી નાખ્યો હતો.

* ‘ઈજ્જત’ એકમાત્ર બોલિવૂડની એવી ફિલ્મ છે જેમાં જયલલિતા (તમિલનાડુના મુખ્યમંત્રી) એ કામ કર્યું છે.

* રણવીર સિંહનું વાસ્તવિક નામ રણવીર સિંહ ભવાની છે અને સંબંધોમાં તે અભિનેત્રી સોનમ કપૂરના ભાઈ છે.

* બોલિવૂડની જાણીતી અભિનેત્રી કરિના કપૂરે ફિલ્મ ‘હિરોઈન’ માં 130 પ્રકારના વિવિધ કપડાં પહેર્યા હતા, જેણે દુનિયાના ટોચના ડિઝાઇનર્સે તૈયાર કર્યા હતા.

kareena_kapoor_in_heroine_movie

Comments

comments


8,897 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =