બોયફ્રેન્ડ પાસે દોસ્તીના નામે ન રાખશો આટલી આશાઓ

કહેવાય છે કે સારી દોસ્તી એ જ છે કે જેમાં કોઇ આશા રાખવામાં આવતી નથી અને સાથે જ્યારે તમે તમારા બોયફ્રેન્ડની પાસે આશા રાખો છો ત્યારે તે મુશ્કેલ બની શકે છે. હાલમાં આ વાતમાં સચ્ચાઇ પણ છે. આ ફક્ત દોસ્તી હોય તો તેની પાસે આશા પણ રાખવી નહીં, જો તમે રિલેશનશીપમાં છો અને એકબીજાથી કોઇ આશા રાખો છો તો તે ખોટું છે. જો દોસ્તી હોય તો તે ઠીક રહે છે. તમારો સંબંધ જો ભાવનાત્મક હોય તો તમને ઠેસ લાગી શકે છે. તમે તમારા બોયફ્રેન્ડની પાસેથી કોઇપણ વાતની આશા રાખો તે સારું નથી, દરેકને પર્સનલ સ્પેસ ગમે છે અને સાથે તે આવશ્યક છે. થોડી વાતો તમે બોયફ્રેન્ડ પાસેથી એક્સપેક્ટ કરો છો તે ખોટું છે. અહીં તમે ખોટી આશા રાખો છો.

ડોમિનેટ હોવું

જો તમે ઇચ્છો છો કે તમારા બોયફ્રેન્ડ દરેક વાત તમને પૂછીને કરે તો તમે ખોટા છો, તેમની પણ પર્સનલ લાઇફ અને તેમના દોસ્ત છે. સાથે એ વાત પણ છે કે તેઓ તેમની સાથે પહેલેથી જોડાયેલા છે.

પ્રપોઝલ

છોકરીઓને માટે મુશ્કેલ હોય છે કે તે તેમની ભાવનાઓને પહેલાં બતાવે, પરંતુ જો તમે છોકરાઓ પાસેથી આ આશા રાખી રહ્યા છો તે તમે ખોટું કરો છો. તમે કદાચ તેમની પાસેથી વધારે જ આશા રાખો છો.

પહેલા મેસેજ

મેસેજ પહેલાં તમે કરો કે તેઓ કરે, કોઇ ફરક પડતો નથી પણ છોકરીઓને હંમેશા લાગે છે કે મેસેજની શરૂઆત પહેલા છોકરાની તરફથી થવી જોઇએ, તમે એવી આશા રાખો છો કે તેઓ શરૂઆત કરે, તો સંબંધો કોઇ ગેમ નથી કે જેમાં શરૂઆત નક્કી કરવી પડે. જો તમે કોઇ છોકરાને પસંદ કરો છો તો તમે તેને કહેશો નહીં તો રાહ જોતાં જ રહી જશો.

રૂમની સફાઇ

વાત એ નથી કે ફક્ત છોકરીઓ જ રૂમની સફાઇ કરે, છોકરાઓ પણ કરી શકે છે. એક રીતે જોઇએ તો ફેલાયેલો રૂમ એ છોકરાઓની સ્ટાઇલ છે અને સાથે તે તેમની આદત છે, તેને બદલી શકાતી નથી.

ગમે ત્યારે મળવું

ગમે ત્યારે કંઇ ખરાબ થાય તો તમને તમારા બોયફ્રેન્ડની જરૂર રહે છે. તેઓ હંમેશા સાથે રહે છે અને અન્ય દિવસે પણ કોઇપણ કારણે તમે તેમની પાસે આશા રાખો છો તો તે ખોટું છે. છોકરાની પણ નોકરી છે અને તેમની પણ પ્રાયોરિટી છે.

રેસ્ટોરાં કે શોપિંગને માટે રાહ જોવી

છોકરીઓને રાહ જોવી પસંદ હોતી નથી, છતાં તેઓ આશા રાખે છે કે છોકરાઓ તેમની રાહ જોવે. આ વાત છોકરાઓને માટે એક્સપેક્ટ કરવી ખોટી છે.

જો તમે ઉદાસ છો તો સોશ્યલ મીડિયા પર સમજો

છોકરીઓને સમજવું ખોટું હોય છે અને સાથે તમે ફેસબુક કે વોટ્સઅપ પર પોતાની ઉદાસી જાહેર કરો છો. અને આશા રાખો છો કે છોકરો તમને સમજે તો તે ખોટું છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,439 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + 7 =