બોધ્ધ ઘર્મની સ્થાપના ગૌતમ બુદ્ધે કરી હતી. ગૌતમ બુદ્ધનો જન્મ 563 ઇ.સ પૂર્વે માં નેપાળ ની ખીણમાં કપિલવસ્તુના ‘લુમ્બિની’ ગામમાં થયો હતો. તેમનું બાળપણનું નામ ‘સિદ્ધાર્થ’ હતું તેમની માતાનું નામ ‘મહામાયા’ અને પિતાનું નામ ‘શુધ્ધોદન’ હતું.
બોધ્ધ ઘર્મ ભારતની શ્રમણા પરંપરાથી નીકળતો ધર્મ છે. બોધ્ધ ઘર્મને દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ઘર્મ કહેવામાં આવે છે. આને માનનારા લોકો ની સંખ્યા 35 કરોડ કરતા પણ વધારે છે. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જુનો છે. આ ધર્મનો પ્રાચિન ધર્મગ્રંથ ‘ટ્રીપીતક‘ છે જે પાલી ભાષામાં લખાયો છે.
* આ ધર્મના ધર્મસ્થાનને ‘પેગોડા‘ કહે છે. ગૌતમ બુદ્ધ ૮૦ વર્ષ સુધી જીવ્યા હતા.
* ગૌતમ બુદ્ધના લગ્ન ‘યશોધરા’ નામની કન્યા સાથે થયા. તેમના પુત્રનું નામ ‘રાહુલ’ હતું.
* બુદ્ધે 29 વર્ષની ઉમરમાં જ્ઞાન પ્રકાશની તુષ્ણાંને તુપ્ત કરવા ઘર ત્યાગ કર્યો, જેણે બોદ્ધ ઘર્મમાં ‘મહાભીનીષ્ક્રિમણ’ કહેવામાં આવે છે.
* બોદ્ધ ધર્મનો સૌથી પવિત્ર તહેવાર ‘વૈશાખી પૂર્ણિમા’ છે.
* ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક હિંદુઓ બુદ્ધને વિષ્ણુના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને પયગંબર અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે. શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને ‘લાઓ ત્સેના’ અવતાર માનતા હતા.
* સિદ્ધાર્થનો જન્મ થયો તેના થોડા જ સમય બાદ તેમની માતાનું અવસાન થયું. ત્યારબાદ તેમની દેખભાળ તેમની સાવકી મા ‘પ્રજાપતિ ગૌતમી’ એ કરી.
* ‘આલારકલામ’ સિદ્ધાર્થના પ્રથમ ગુરુ છે.
* જે જગ્યાથી સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયું તે જગ્યાને ‘બોધગયા’ કહેવાય છે.
* બોદ્ધનું મૃત્ય 80 વર્ષની ઉમરે ‘કુશીનારામાં ચુંડ’ દ્વારા ભોજન અર્પિત કરવાને કારણે થયું હતું. મૃત્યું બાદ તેમના શરીરના અવશેષોનો 8 ભાગમાં વહેચીને ‘સ્તુપો’ નું નિર્માણ કરવામાં આવ્યું.
* બોદ્ધ ઘર્મમાં પુનર્જન્મ ની માન્યતા છે.
* સિદ્ધાર્થના પિતા રાજા હતા. સિદ્ધાર્થના નામકરણ વખતે ઘણાં વિદ્વાનોએ ભવિષ્યવાણી કરી હતી કે એ મહાન રાજા અથવા મહાન સદ્પુરુષ બનશે. એક રાજકુમાર હોવાથી સિદ્ધાર્થ ગૌતમનો વૈભવી રીતે ઉછેર થયો હતો. જીવનના દુઃખોમાંથી મુક્તિનો માર્ગ શોધવા તેમણે વૈભવી જીવન છોડી એક ભિક્ષુક તરીકે જીવવા પ્રયાણ કર્યું
* બોદ્ધ લોકો માટે 4 દિવસ એટલે કે અમાવાસ્યા, પૂર્ણિમા અને બે ચતુર્થીનો દિવસ ઉપવાસનો દિવસ હોય છે.
* બોદ્ધ ધર્મના બે સંપ્રદાય છે : હીનયાન અને મહાયાન
* હીનયાન સંપ્રદાયના લોકો શ્રિલંકા, મ્યાનમાર અને જાવા વગેરે અન્ય દેશોમાં ફેલાયેલ છે. હાલમાં હીનયાન સંપ્રદાયના લોકો તિબેટ, ચાઇના, કોરિયા, મંગોલિયા અને જાપાનમાં વધારે છે.
* ‘બુદ્ધ જયંતી‘ ને દિવસે ભારત ના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ એ કહેલું વાક્ય વિશ્વને એક નવી દિશા દર્શાવે એવું છે. એમણે કહ્યું હતું કે, ‘વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે..’
* બુદ્ધને 35 વર્ષની અવસ્થામાં ‘ગયા’ ની નજીક નિરંજના નદીના કિનારે એક પીપળાના વૃક્ષ નીચે 49 માં દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ જ્ઞાન બાદ જ તેઓ ‘સિદ્ધાર્થ બુદ્ધ’ કહેવાયા.
* બુદ્ધે લોકોને ઉપદેશ ‘પાલી’ ભાષામાં આપ્યો છે.
* આ ધર્મ વર્ણ વ્યવસ્થા એટલેકે જાતી પ્રથાનો વિરોધ કરે છે.