વર્લ્ડકપની ક્વાર્ટર ફાઇનલમાં શ્રીલંકા દક્ષિણ આફ્રિકા સામે હારી ગયુ હોય પરંતુ શ્રીલંકાની હારથી વધુ ચર્ચા બે મહાન ખેલાડીઓના સંન્યાસની થઇ રહી છે. મહત્વપૂર્ણ છે કે કુમાર સંગાકારા અને મહિલા જયવર્દને વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી ચુક્યા છે. આ તેમની અંતિમ મેચ હતી. બન્ને ખેલાડી પહેલા જ વર્લ્ડકપ 2015 બાદ સંન્યાસ લેવાની જાહેરાત કરી ચુક્યા છે. બન્ને ખેલાડીઓને શ્રીલંકાના જય વિરૂ કહેવામાં આવતા હતા. બન્નેએ સાથે મળીને વન ડેમાં 13 હજારથી વધુ રન જોડ્યા છે. સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલી પણ તેમની જોડીથી પાછળ છે.
અંત હંમેશા સારો નથી હોતો- સંગાકારા
કુમાર સંગાકારાએ મેચ બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યુ, “ જયવર્ધને સાથે ક્યારેય કોમ્પિટીશન નથી રહી. ક્વાર્ટર ફાઇનલની હાર ફાઇનલની હારથી વધુ નિરાશ કરે છે. મને મારા કેરિયર પર ગર્વ છે. અંત હંમેશા સારો નથી હોતો. હારવુ હંમેશા નિરાશ જ કરે છે.” આ દરમિયાન સંગાકારા ભાવુક બન્યો હતો.
આઉટ થતા જ વરસાદ થયો
મેચ દરમિયાન એક દિલચસ્પ ઘટના જોવા મળી. સંગાકારા ઘણી ધીમી ઇનિંગ રમી રહ્યોં હતો. જેવો જ તે આઉટ થયો ત્યારે વરસાદ શરૂ થયો હતો. એમ લાગી રહ્યું હતુ કે આસમાન પણ તેના સંન્યાસ પર આસુ વહાવી રહ્યોં છે. સોશિયલ મીડિયા પર આ વાત ચર્ચાનો વિષય બની હતી.
આજે અમે ખરાબ રમ્યા – જયવર્દને
મેચ બાગ જયવર્ધનેએ જણાવ્યુ, હું મારા પૌત્ર અને પોત્રીઓને જણાવીશ કે અમે ટી 20 વર્લ્ડકપ જીત્યો હતો. આ વર્લ્ડકપમાં અમારો સફર સારો હતો પરંતુ આજે અમે ખરાબ રમ્યા. હું આ દિવસને ઘણો યાદ કરીશ પરંતુ એક દિવસે તો દરેકને જવુ જ પડે છે.
કુમાર સંગાકારાનો વન ડે કેરિયર
મેચ- રન – 50/ 100 – સર્વશ્રેષ્ઠ
404 – 14234 – 93/ 25 – 169
મહિલા જયવર્દને વન ડે કેરિયર
મેચ- રન- 50/ 100 – સર્વશ્રેષ્ઠ
448 – 12650- 77/19 – 144
સૌજન્ય
દિવ્ય ભાસ્કર