બેડરૂમ અને પલંગ સાથે જોડાયેલી કેટલીક જરૂરી વાસ્તુ ટીપ્સ, જે દરેક કપલે જાણવી જોઈએ

cute-Glamorous-bedrooms

વાસ્તુ એક વિજ્ઞાન છે. જે આપણને જણાવે છે કે ઘર, ઓફીસ અને વ્યવસાય વગેરેમાં કઈ કઈ વસ્તુઓ રાખવી અને કઈ ન રાખવી. આ ઉપરાંત તે આપણને એ પણ જણાવે છે કે કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી અને કઈ નહિ, કઈ દિશામાં સુવું અને ક્યાં નહિ તે બધી જ જાણકારીઓ આપણને વાસ્તુ શાસ્ત્ર પૂરી પડે છે.

બેડરૂમ આપણા ઘરનો મહત્વપૂર્ણ ભાગ છે. આપણા જીવનનો વધારે સમય આપણે બેડરૂમ માં જ વિતાવતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખાસ કરીને તમારો બેડરૂમ, વાસ્તુ દોષથી મુક્ત થાય તો ઘણી ખરી મુસીબતો દુર થઇ શકે છે. જો કોઈ વ્યક્તિ તેના બેડરૂમથી ખુશ ન હોય તો તેમની લાઈફ પણ મુસીબતોથી ધેરાયેલી રહે છે. આજે અમે તમને બેડરૂમ અને પલંગ સાથે જોડાયેલી એવી વાસ્તુ ટીપ્સ વિષે જણાવવાના છીએ, જેનો અમલ કરવાથી તમારી લાઈફ હેપ્પી રહેશે.

* બીમની નીચે પલંગ રાખવો એ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ખોટું માનવામાં આવે છે. આમ કરવાથી માણસ થાકેલો છે. બીમની નીચે રાખેલા પલંગ પર સુવાથી વ્યક્તિને પોતાના જરૂરી કામકાજમાં સમસ્યા આવી શકે છે.

* બેડરૂમમાં પલંગની સામે ડ્રેસિંગ ટેબલ અથવા દર્પણ (કાંચ) ન રાખો. આનાથી પતિ-પત્નીમાં ઝધડા થાય છે અને પરિવારજનો ની આર્થિક સ્થિતિમાં ખરાબ અસર પડે છે. આ માટે બેડરૂમમાં કાંચને એવી રીતે રાખો કે તેમાં પલંગ ન દેખાય.

smart-minimalist-bedroom-furniture

* ધડીયાળને ક્યારેય પણ પલંગની પાછળ રાખીને ન સુવું. ધડીયાળને તમારા પલંગની સાથે પણ રાખીને ન સુવું. આમ કરવાથી તમે તનાવગ્રસ્ત રહી શકો છે તેથી આ વાતનું ખુબ ધ્યાન રાખવું.

* બેડરૂમમાં પાણી વાળા ફોટાઓ ન લગાવવા. આની જગ્યાએ તમે રોમેન્ટિક પિક્ચર્સ કે યુગલ પક્ષીઓના ફોટાઓ લગાવી શકો છે. આનાથી પતિ-પત્નીમાં પ્રેમ વધે છે.

* બેડરૂમમાં મંદિર, પૂર્વજોના ફોટાઓ કે તાજમહેલની તસ્વીરો ન લગાવવી.

* ઉત્તર-પૂર્વ દિશા તરફ કોઈનો બેડરૂમ ન રાખવો.

* બેડરૂમમાં બ્લ્યુ, બ્લેક, ગ્રેક કલરનો વધારે ઉપયોગ કરવો.

* બેડરૂમમાં બારી હોવી ખુબજ જરૂરી છે. સવારે સૂર્યના શીતળ કિરણો આપણા બેડ પર પડે તો આપણું સ્વાસ્થ્ય સુધારે છે અને ઘરના મુખ્ય દરવાજાની સામે ક્યારેય પગ રાખીને ન સુવું.

mediterranean-bedroom

* બેડરૂમમાં પાણીના ફુવારા અથવા માછલીધર ન રાખવું. આનાથી ઘરમાં પૈસા સંબધી બાબતોમાં નુકશાન થાય છે.

* બેડરૂમ કે પલંગ આરામદાયક હોવું જોઈએ. પરંતુ બેડની મધ્યમાં ઉપર લેમ્પ, પંખો અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે ન રાખવું. આનાથી શયનકર્તા નું પાચન પ્રાય: ખરાબ રહે છે.

* બેડરૂમમાં આછા ગુલાબી રંગનો પ્રકાશ હોવો જ જોઈએ. આનાથી પતિ-પત્નીમાં પ્રેમ બની રહે છે.

* બેડરૂમમાં હંમેશાં ભગવાન રાધાકૃષ્ણની તસ્વીર રાખવી. ભૂલેચૂકે પણ ક્યારેય અધોરી, તાંત્રિક કે કાળા જાદુ વગેરેની તસ્વીરો ન રાખવી. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે.

* પતિ-પત્નીમાં પ્રેમ વધારવા માટે બેડરૂમમાં દક્ષિણ-પશ્ચિમ ભાગના સિરામિક પોટમાં નાના-નાના પત્થરો અથવા સ્ફટિકો નાખીને લાલ રંગની બે મીણબત્તીઓ સળગાવો. આમ કરવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે.

romantic-bedroom-ideas-for-small-rooms-1024x640

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


26,255 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4