બીજાના કામને પોતાનું માનીને જ કરવું જોઈએ…

wooden-homes-sussian-wood-02

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત  હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નકકી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.

પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી…

માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ યાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મકકમ હતો.

ના છુટકે માલિકે એને કામ છોડવાની મંજૂરી આપી પણ એક શરત મૂકી કે તારે જતા પહેલા એક છેલ્લું કામ કરવાનું એ કામ પૂરું થયા બાદ  તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે.

કારીગરે માલિકની વાત માન્ય રાખી…

માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોપવામાં આવ્યું.

આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમા એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.

પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરું કામ બીજા પર જ છોડ દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યું અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનનીં ચાવી એણે માલિકના હાથમા મુકી અને હવે કામમાથી નિવૃત કરવા માટે વિનંતી કરી…

માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ ….”ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃત્તિ વખતે માટે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનનીં આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણકે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમા આપુ છું.”

કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો… એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારૂ જ ઘર સારૂ ન બનાવી શકયો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમા મળવાનું છે.

મોરલ :-

બીજા માટે કરવાના દરેક કામ પોતાના માટે જ છે એ ભાવથી કરવામા આવે તો જીવનમાં કયારેય પસ્ત્તાવાનો
અવસર નહી આવે.

Comments

comments


7,905 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 8 = 8