આમ આરામ કર્યો અમિતાભ બચ્ચન એ ગુજરાત માં

બિગ બીએ ગુજરાતના ગામડે ઢોલિયો ઢાળી કંઈક આમ કર્યો આરામ
છેલ્લા એક સપ્તાહથી પાટડી તાલુકાના માલવણ ગામમાં શૂજીત સરકારની આગામી ફિલ્મ ‘પીકુ’નું શૂટિંગ થઈ રહ્યું છે.આ ફિલ્મના શૂટિંગ માટે અમિતાભ બચ્ચન,દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાને ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધામા નાંખ્યા છે.તેમાં પણ બિગ બી નિયમિત્ત બ્લોગ પર શૂટિંગથી લઈને જીવના અનુભવો લખે છે,ત્યારે આ શૂટિંગ અંગે પણ એક બ્લોગ લખ્યો છે.

આ બ્લોગની શરૂઆત થોડી તસવીરો પોસ્ટ કરી ખુલામાં ખાટલામાં ઉંઘવાની મજા પર લખ્યુ છે.તેમણે લખ્યું છે કે,અલ્હાબાદના શરૂઆતના દિવસોમાં સુતળીમાંથી બનાવવામાં આવેલો ખાટલો મળ્યો છે ત્યારે હું તેમાં ઢળી જ ગયો છું.

બચ્ચને બ્લોગમાં લખ્યુ છે, ઓહ..નાના નગરમાં જીવવાની મજા!ખુલી જગ્યામાં ખાટલો ખેંચી ચોખ્ખા હવા પાણી વાળી જીવન શૈલીમાં આડા પડીને ઉંઘવુ,મચ્છરોને આવતા રોકવા મચ્છર દાની લગાવી…ઉનાળાની ગરમ રાત્રિઓમાં ગરમીના મોજાથી બચવા થોડો પાણીનો છંટકાવ કરવો…ઘરના બારી બારણા ખુલા મુકી..કોઈ દરવાજા નહીં, કોઈ દીવાલો નહીં..કંઈપણ નહીં.. બિગ બી ઢાબાની આસપાસના માહોલ અંગે લખ્યુ છે કે,સ્વાદીષ્ટ ભોજન, ટ્રક્સ અને દોડતા રહેતા ટ્રક્સ અને ટ્રાવેલર્સ દેશના શ્વાસ છે…

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


3,958 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 1 = 4