ઓસ્ટ્રેલિયાની મહિલા પેરાએથ્લિટે વર્લ્ડ રેકોર્ડ તોડી નવો કિર્તીમાન સ્થાપ્યો છે. જન્મ સમયથી જ સેરેબ્રલ પાલ્સી નામની મગજની બિમારીથી પિડાતી મેડિસન ઇલિયટે અમેરિકાની લેજેન્ડરી એથ્લીટ જેસિકા લોન્ગ દ્વારા બનાવેલો 100 મીટર એસ8 ફ્રીસ્ટાઇલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
15 વર્ષીય મેડિસને પૈરા-100 મીટર ફ્રી સ્ટાઇલ રેસનો રેકોર્ડ 1 મિનિટ અને 5.32 સેકન્ડના સમયમાં પુરો કર્યો છે. અમેરિકાની લોન્ગે 2012માં લંડન પૈરાલિંપિકમાં 1 મિનિટ અને 5.63 સેકન્ડમાં આ રેસ પુરી કરી હતી.
જીત્યા બાદ રડી પડી મેડિસન
જન્મથી છે મગજની બિમારી
મેડિસનને જન્મથી સેરેબ્રલ પાલ્સી નામની બિમારી છે. માતાના ગર્ભમાં જ બ્રેન સ્ટોકના કારણે મગજમાં લકવો થઈ ગયો હતો. જન્મ સમયે સામાન્ય હતી પણ ધીરે ધીરે તેની હાલત બગડી હતી. 4 વર્ષની ઉંમરમાં ડોક્ટરને તેની બિમારી વિશે ખબર પડી હતી.

લંડનમાં મેળવ્યો હતો ગોલ્ડ
મહિલા ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સ્વિમિંગમાં મહાશક્તિ ગણાનાર ઓસ્ટ્રેલિયાની વિમેન્સે 4 x 100 મીટર ફ્રી સ્ટાઇલ રિલે ટીમે કોમનવેલ્થ ગેમ્સ-2014નો પહેલો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. તેણે ફાઇનલમાં નેધરલેન્ડની ટીમનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 100 મીટર ફ્રી સ્ટાઇલ ચેમ્પિયન કેટ કેંપબેલની આગેવાનીમાં 3:30.98 સેકન્ડનો સમય લીધો હતો, જ્યારે નેધરલેન્ડની ટીમે 3:31.72 સેકન્ડનો સમય લીધો હતો.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર