સામગ્રી
* ૧/૨ કપ પાવડર કરેલ ઓટ્સ,
* ૧/૨ કપ મેંદાનો લોટ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૫ ટીસ્પૂન બટર,
* ૪ ટીસ્પૂન સ્લાઈસ કરેલ ચીઝ,
* ૧/૪ ટીસ્પૂન લાલ મરચું,
* ૨ ટીસ્પૂન ઠંડુ પાણી.
રીત
એક બાઉલમાં પાવડર કરેલ ઓટ્સ, મેંદાનો લોટ અને સ્વાદાનુસાર મીઠું નાખી મિક્સ કરી લેવું. હવે આમાં ટીસ્પૂન બટર નાખી આંગળીઓથી રબ કરવું. પછી આમાં સ્લાઈસ કરેલ ચીઝ, લાલ મરચું અને ઠંડુ પાણી નાખી લોટ બાંધવો.
ત્યારબાદ આ લોટની નાની નાની ગોળી બનાવવી અને સોફ્ટ હાથેથી તેની લાંબી સ્ટ્રો બનાવવી. હવે આને ઓવનમાં ૨૦૦ ડીગ્રી સેલ્સિયસમાં ૧૫ મિનીટ સુધી રાખવું. ત્યારબાદ તૈયાર છે ઓટ્સ ચીઝ સ્ટ્રો.