‘બાગી-2’ માં ટાઈગર શ્રોફ રોમાંસ કરશે તેની રીયલ લાઈફ ગર્લફ્રેન્ડ સાથે

tiger-story_647_013017113649

ફિલ્મ ‘બાગી’ ની સકસેસ બાદ નિર્માતા સાજીદ નડીયાદવાલા ‘બાગી’ નું સિકવલ બનાવવા જઈ રહ્યા છે. જાણકારી મુજબ આ ફિલ્મમાં ટાઈગર શ્રોફની રૂમર ગર્લફ્રેન્ડ દિશા પટાણી તેમની સાથે સિલ્વર સ્ક્રીન પર રોમાંસ કરશે.

‘બાગી’ એ બોક્સ ઓફીસ પર સારી સફળતા મેળવી હતી. આ ફિલ્મે ૭૫ કરોડ રૂપિયા સુધીનો આંકડો પાર કર્યો હતો. આ મસાલા ફિલ્મને સિંગલ સ્ક્રીન થિયેટરમાં દર્શકોએ ખુબ પસંદ કરી હતી.

જ્યારથી બાગી ના સીકવલનું એલાન થયું ત્યારેથી ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે ખુબ અટકળો લાગી. જોકે, અંતમાં દિશા ને જ મળી ગઈ. આ ફિલ્મનું શુટિંગ શાંઘાઈ અને હોંગકોંગ માં થશે. આ ફિલ્મ માટે બંને સ્ટાર્સ માર્શલ આર્ટ નિર્દેશક ટોની ચીંગ પાસે ખાસ સ્ટંટ શીખશે.

જણાવી દઈએ કે ટાઈગર-દિશાની આ ફિલ્મ ૨૭ એપ્રિલ ૨૦૧૮માં રીલીઝ થશે. બાકી પહેલા આ બંને સ્ટાર્સ ‘બેફીક્રા’ નામના વિડીયો સોંગમાં જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે ફિલ્મ ‘બાગી’ માં શ્રધ્ધા કપૂર જોવા મળી હતી.

Comments

comments


5,326 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 + 1 =