‘કીબ્બર’ ગામ ને વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું ગામ માનવામાં આવે છે. સમુદ્ર સપાટીથી 4850 મીટરની ઊંચાઈએ આવેલ આ ગામ હિમાચલ પ્રદેશની સ્પીતિ ખીણમાં આવેલ છે. હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાથી લગભગ 430 કિ.મી. દૂર કીબ્બર ગામ માં ઘણા બધા બોદ્ધ મઢ (આશ્રમો) આવેલ છે.
કીબ્બત માં બનેલ મઠ મોનેસ્ટ્રી (મઠ) સૌથી ઊંચાઈ પર બનેલ છે. હિમાચલ સ્થિત કીબ્બરની ધરતી પર વરસાદ થવો એ કોઈ અજાયબીઓથી ઓછુ નથી. વાદળો અહી આવે છે પણ લાગે છે કે તેને કદાચ વરસતા નથી આવડતું.
જયારે કીબ્બરમાં વરસાદ પડે છે ત્યારે કીબ્બર પોતાની જ દુનિયામાં કૈદ થઇ જાય છે. આ ગામ ખુબજ ઉંચાઈ પર વસેલ છે એટલેકે એવરેસ્ટની અડધી ઊંચાઈ. આને ‘શીત ડેઝર્ટ’ ના નામે ઓળખવામાં આવે છે. અહીની ખીણો માં ક્યારેક સૂર્ય દેખાય છે તો ક્યારેક ખેતરમાં જોવા મળતું લીલુંછમ ઘાસ. આની ટેકરી પર બરફ પોતાની સફેદ ચાદર ઓઢાડી દે છે.
સમુદ્રતટની સપાટીથી 4850 મીટરની ઊંચાઈ પર સ્થિત કીબ્બર ગામ માં જતા એવું લાગે છે આસમાન આનાથી વધારે દુર નથી. એક પળ માટે આ ગામમાંથી જતા એવું ફિલ થશે કે જાણે હું આખી દુનિયા જોઈ શકું છુ. અહી વાદળો વરસાદ ઓછો વરસાવે છે પણ કીબ્બર પર બરફ વધુ મહેરબાન છે.
કીબ્બરની ખીણમાં સપાટ બરફનું રણ છે તો ક્યાંક બરફના શિખરોથી ચમકાતા તળાવો. અહી આવતા લેન્ડસ્કેપ, અનન્ય સંસ્કૃતિ, અનોખી પરંપરાઓ અને બૌદ્ધ મઠોની વચ્ચે તમે પોતાને નવી દુનિયામાં જોઈ શકો છો.
અહીના લોકો ગાયન-નૃત્ય ના ખૂબ શોખીન છે. અહીનો પહેરવેશ પણ નિરાળો છે. પુરુષો અને મહિલાઓ અહી એક જ પ્રકારના ચુસ્ત પેન્ટ પહેરે છે. કીબ્બર માં એકવાર કરેલી યાત્રાની સ્મૃતિ તમને આખા જીવનકાળ દરમિયાન યાદગાર રહી જશે. અહી વરસાદ નથી પડતો ફક્ત બરફ જ પડે છે. બરફ પડવાને કારણે અહીના રસ્તા ખુબજ સુંદર અને મનમોહી લે તેવા દેખાય છે.
કીબ્બરમાં ૧૦૦ થી વધુ ગામ છે. અહીના ઘર પથ્થરો અને ઇંટોથી બનેલ છે. લગભગ અહીના બધા જ ઘરો સફેદ રંગથી રંગેલા છે.