બનાવો હોટ અને સીઝ્લિંગ ગાર્લિક સોસ

સામગ્રી

562

* ૩ ટીસ્પૂન ઓઈલ,

* ૧ ટીસ્પૂન સમારેલ આદું,

* ૧ ટીસ્પૂન સમારેલ લસણ,

* ૨ ટીસ્પૂન બારીક સમારેલ લાલ મરચાં,

* ૧/૪ કપ સમારેલ ડુંગળીના ટુકડા,

* ૩/૪ કપ કલરે-કલરના સમારેલ કેપ્સીકમના પીસ,

* ૩/૪ કપ બાફેલી બ્રોકોલીના ટુકડા,

* ૧/૨ કપ ગાજરના ગોળ પીસ,

* ૧ કપ સ્લાઈસ કરેલ બેબી કોર્ન,

* ૧/૨ કપ સીઝવાન સોસ­,

* ૨ ટીસ્પૂન ટોમેટો કેચઅપ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ કપ પાણી,

* ૧ ટીસ્પૂન કોર્નફલોર,

* ચપટી ખાંડ,

* ૧ ટીસ્પૂન સમારેલ લીલું લસણ.

રીત

ચાઇનીઝ તવામાં ઓઈલ નાખી ગરમ થાય એટલે સમારેલ આદું, સમારેલ લસણ, બારીક સમારેલ લાલ મરચાં, સમારેલ ડુંગળીના ટુકડા, કલરે-કલરના સમારેલ કેપ્સીકમના પીસ, બાફેલી બ્રોકોલીના ટુકડા વગેરે મિશ્રણ નાખતી વેળાએ વચ્ચે વચ્ચે તવામાં હલાવતા રહેવું.

પછી તવામાં ગાજરના ગોળ પીસ (બ્રોકોલી, ગાજર, બેબી કોર્નને બે મિનીટ સુધી ગરમ પાણીમાં બોઈલ કરવું), સ્લાઈસ કરેલ બેબી કોર્ન, સીઝવાન સોસ­, ટોમેટો કેચઅપ, સ્વાદાનુસાર મીઠું અને થોડુ પાણી લઇ તેમાં કોર્નફલોર નાખી બરાબર મિક્સ કરવું અને તવામાં નાખવું.

ત્યારબાદ આ મિશ્રણમાં ચપટી ખાંડ અને સમારેલ લીલું લસણ નાખી મિક્સ કરવું. પછી આને ગરમાગરમ સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,014 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 1 =