સામગ્રી
* ૧ ટીસ્પૂન તેલ,
* ૪ થી ૫ મરી,
* ૧/૨ કપ સ્લાઈસ કરેલ ડુંગળી,
* ૨ કપ બારીક સમારેલ લસણ,
* ૧ કપ કાપેલા ગાજરના ટુકડા,
* ૧/૪ કપ સમારેલ ટામેટાં,
* ૧/૨ કપ ધોયેલી મગની દાળ,
* ૪ કપ પાણી,
* ૩/૪ કપ મિલ્ક,
* ૧ કપ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧ ટીસ્પૂન મરીનો ભુક્કો.
રીત
એક નોનસ્ટીક પેનમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં ૪ થી ૫ મરી, સ્લાઈસ કરેલ ડુંગળી અને બારીક સમારેલ લસણ નાખી એકથી બે મિનીટ સુધી સાંતડવું. હવે આમાં કાપેલા ગાજરના ટુકડા, સમારેલ ટામેટાં નાખી મિક્સ કરી બે થી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ આમાં ધોયેલી મગની દાળ અને પાણી નાખી મીડીયમ ફ્લેમે સાતથી આઠ મિનીટ સુધી કૂક કરવું. પછી આ મિશ્રણને ઠંડુ કરી મિક્સરમાં પીસી લેવું. હવે આ પ્યોરીને નોનસ્ટીક પેનમાં નાખી તેમાં મિલ્ક, પાણી, સ્વાદાનુસાર મીઠું, મરીનો ભુક્કો નાખી એક ઉભરો આવે ત્યા સુધી કુક કરવું. ત્યારબાદ આને ગરમાગરમ સર્વ કરો.