બનાવો સ્વાદિષ્ટ મગની દાળના ઢોકળા

સામગ્રી

moong-dal-dhokla-5

* ૩/૪ કપ પલાળેલી મગની પીળી દાળ,

* ૩ લીલા મરચાં,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* ૧ ટેબલ સ્પૂન તેલ,

* ૧/૨ ટેબલ સ્પૂન હળદર,

* ૧ ટેબલ સ્પૂન ચણાનો લોટ,

* ૨ ટેબલ સ્પૂન દહીં,

* ૧૧/૨ ટેબલ સ્પૂન ફ્રુટ સોલ્ટ,

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ ટેબલ સ્પૂન રાઈ,

* ૧/૨ ટેબલ સ્પૂન તલ,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ મરચાં,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.

રીત

સૌપ્રથમ ધોયેલી મગની દાળને ૩ થી ૪ કલાક સુધી પાણીમાં પલાળી રાખવી. મગની પીળી દાળ માંથી પાણી કાઢીને તેમાં લીલા મરચાં નાખીને મિક્સરમાં પીસી લેવી. હવે આ પીસેલી દાળમાં સ્વાદાનુસાર મીઠું, ખાંડ, હિંગ, તેલ, હળદર, ચણાનો લોટ, દહીં નાખીને બરાબર મિક્સ કરી લેવું.

ત્યારબાદ આમાં ફ્રુટ સોલ્ટ નાખીને મિક્સ કરવું. પછી ઢોકળીયાની એક થાળી લઇને તેમાં ઓઈલ ગ્રીસ કરવું અને મિશ્રણ નાખવું. હવે આ થાળીને ઢોકળાં કરવાના ઢોકળીયામાં મુકવી અને આને ૧૦ થી ૧૨ મિનીટ સુધી કુક થવા દેવું. પછી ઢોકળાં થોડા ઠંડા થાય એટલે તેના પીસ કરવા. તો તૈયાર છે ઢોકળા.

આનો વધાર કરવા માટે એક તવામાં ઓઈલ નાખી ગરમ થયા બાદ રાઈ, તલ, હિંગ અને સમારેલ મરચાં ને ઢોકળા પર નાખવું અને ઉપરથી સમારેલ કોથમીર નાખવી. હવે તૈયાર છે મગની દાળના ઢોકળા.

Comments

comments


8,787 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 9 =