બનાવો, સ્વાદિષ્ટ અને ચટાકેદાર કારેલાના મુઠીયા

સામગ્રી

karela ke Muthias-8

* ૧/૨ કપ (અંદરથી બીજ કાઢેલ) બારીક સમારેલ કારેલા,

* ૧/૪ કપ બારીક સમારેલ ડુંગળી,

* ૧૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લસણ,

* ૧ ટેબલ સ્પૂન આદુંની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧/૨ ટેબલ સ્પૂન હળદર,

* ૧ ટેબલ સ્પૂન દહીં,

* ૧/૪ કપ ઘઉંનો લોટ,

* ૧/૪ કપ જુવારનો લોટ,

* ૧/૨ કપ ચણાનો લોટ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ ટેબલ સ્પૂન આખુંજીરું,

* ૧/૨ ટેબલ સ્પૂન સફેદ તલ,

* ૧/૪ ટેબલ સ્પૂન હિંગ.

રીત

એક બાઉલમાં બારીક સમારેલ કારેલા, બારીક સમારેલ ડુંગળી, સમારેલ લસણ, આદુંની પેસ્ટ, સમારેલ લીલા મરચાં, સમારેલ કોથમીર, હળદર, દહીં, ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચણાનો લોટ અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરી લેવું. પછી આમાં જરૂરત મુજબ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવો.

હવે આ લોટના પોશણ બનાવીને રોલ કરવા. ત્યારબાદ સ્ટીમરના નીચેના ભાગમાં પાણી નાખવું અને ઉપરના ભાગમાં આ રોલ મૂકી દેવા. પછી આ સ્ટીમરને ઢાંકીને ૧૫ મિનીટ સુધી રોલને કુક થવા દેવા. હવે આ રોલને ઠંડા થવા દેવા અને તેના પીસ કરવા.

હવે વધાર કરવા માટે નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે આખુંજીરું, સફેદ તલ, હિંગ અને મુઠીયા નાખીને એકથી બે મિનીટ સુધી કુક થવા દેવા. તો તૈયાર છે કારેલાના મુઠીયા. આને ગાર્નીશ કરવા માટે તમે ઉપરથી એકાદ ચમચી જેટલી કોરીયાંડર નાખી શકો છો.

Comments

comments


6,391 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 14