બનાવો સ્પાઈસી પંજાબી સબ્જી પનીર કાલીમીર્ચ

સામગ્રી

paneer-kalimirch1

* ૧૧/૨ કપ સમારેલ ડુંગળી,

* ૧/૨ કપ કાપેલા કાજુ,

* ૪ લસણની કળી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ આદું,

* ૨ ટેબલ સ્પૂન પાણી,

* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૪ કપ ફ્રેશ ક્રિમ,

* ૧/૨ કપ મિલ્ક,

* ૧/૪ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* ૧ ટેબલ સ્પૂન મરીનો ભૂકો,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ કપ પનીરના ટુકડા,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.

રીત

કાજુની પેસ્ટ બનાવવા માટે એક પ્લેટમાં સમારેલ ડુંગળી, કાજુ, લસણની કળી, સમારેલ આદું અને પાણી નાખીને મિક્સરમાં સ્મૂથ થાય ત્યાં સુધી પીસી લેવું. તો તૈયાર છે કાજુની પેસ્ટ. હવે શાક બનાવવા માટે ડીપ નોનસ્ટીક પેનમાં ઓઈલ ગરમ થયા બાદ કાજુની પેસ્ટ નાખીને બે થી ત્રણ મિનીટ સુધી હલાવવું અને આમાં ફ્રેશ ક્રિમ, મિલ્ક, ગરમ મસાલો, મરીનો ભૂકો અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિક્સ કરી એકથી ત્રણ મિનીટ સુધી કુક થવા દેવું.

હવે આ મિશ્રણમાં પનીરના ટુકડા નાખીને હળવા હાથે મિક્સ કરી એક મિનીટ સુધી કુક કરવું. પછી આની ઉપર સમારેલ કોથમીર નાખવી. તો તૈયાર છે પનીર કાલીમીર્ચ.

Comments

comments


5,185 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 5