બનાવો મસાલેદાર રાઈસ પેનકેક

સામગ્રી

unnamed

* ૨ કપ બાફેલા રાઈસ,

* ૩/૪ કપ ચણાનો લોટ,

* ૧/૪ કપ ચોખાનો લોટ,

* ૧/૪ કપ સમારેલ કોથમીર,

* ૧ ટીસ્પૂન સમારેલ લાલ મરચાં,

* ૧/૪ ટીસ્પૂન હળદર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧૧/૪ કપ પાણી.

રીત

એક બાઉલમાં બાફેલા રાઈસ, ચણાનો લોટ, ચોખાનો લોટ, સમારેલ કોથમીર, સમારેલ લાલ મરચાં, હળદર અને સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે આમાં પાણીની મદદથી થીક બેટર બનાવવું.

પછી પેનકેક બનાવવા મીની ઉત્તપમ નોનસ્ટીક પેનને ઓઈલથી ગ્રીસ કરવું. હવે તૈયાર કરેલ મિશ્રણને આમાં નાખવું.ત્યારબાદ આની આજુબાજુ ઓઈલ રેડવું અને પેપકેકને સ્પૂન વડે ઉલટી ફેરવવી. આવી રીતે બીજી સાઈડ પણ કુક કરવા માટે ઓઈલ નાખી એક પ્લેટમાં કાઢવી. તો તૈયાર છે રાઈસ પેનકેક.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,320 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × = 5