સામગ્રી
* ૩ ટીસ્પૂન ઓઈલ,
* ૧૧/૨ કપ પાણીમાં ૧ કલાક પલાળેલ રાઈઝ,
* ૩ કપ ગરમ પાણી,
* સ્વાદાનુસાર મીઠું,
* ૪ કાશ્મીરી રેડ મિર્ચ,
* ૧/૨ કપ ટુકડા કરેલ રંગબેરંગી કેપ્સીકમ્સ,
* ૨ ટીસ્પૂન છીનેલ પનીર.
રીત
તવામાં ઓઈલ નાખી ઓઈલ ગરમ થાય એટલે પાણીમાં ૧ કલાક પલાળેલ રાઈઝ (નીતરેલ) નાખી મિક્સ કરવું. પછી આમાં ગરમ પાણી અને સ્વાદાનુસાર મીઠું નાખી હલાવવું અને તવાને ઢાંકણથી ઢાંકી દેવું. રાઈસને ઘીમાં ગેસે બફાવા દેવા.
ત્યારબાદ તવામાં કાશ્મીરી રેડ મિર્ચ નાખીને શેકાવવા દેવું. મિર્ચ શેકાવવા આવે એટલે તેના ટુકડા કરી નાખવા. હવે આ મિર્ચને ખાંડણીમાં પીસી લેવી.
પછી બીજા તવામાં ૨ ચમચી જેટલું તેલ નાખવું અને તેમાં ટુકડા કરેલ રંગબેરંગી કેપ્સીકમ્સ, ખાંડેલી મિર્ચ, બાફેલા રાઈસ અને સ્વાદાનુસાર મીઠું નાખી આ મિશ્રણને મિક્સ કરવું. ત્યારબાદ આની ઉપર છીનેલ પનીર નાખી હલાવવું. હવે ગરમાગરમ સર્વ કરો.