બનાવો મસાલેદાર અને ચટાકેદાર મગ સ્પ્રાઉટ ઢોસા

સામગ્રી

moong_sprouts-dosa-V4

* ૧ કપ સ્પ્રાઉટ કરેલ મગ,

* ૪ ટીસ્પૂન ચોખાનું લોટ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૩/૪ કપ પાણી,

* ૧ ટીસ્પૂન ઓઈલ,

* ૧/૪ ટીસ્પૂન રાઈ,

* ૨ લીમડાના પાન,

* ચપટી હળદર,

* ચપટી હિંગ,

* ૧/૪ કપ બાફેલા અને ક્રશ કરેલા બટાટા,

* ૨ ટીસ્પૂન સમારેલ ગાજર,

* ૧/૪ કપ સમારેલ ટામેટા,

* ૨ ટીસ્પૂન બીટના ટુકડા,

* ૨ ટીસ્પૂન સમારેલ કોબીજ,

* ૨ ટીસ્પૂન સમારેલ ડુંગળી,

* ૧ સામગ્રી છીણેલ નારિયેળ,

* ૧ ટીસ્પૂન સમારેલ કોથમીર,

* ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો,

* ૧/૪ ટીસ્પૂન ઓઈલ.

રીત

ઢોસાનું બેટર બનાવવા માટે સ્પ્રાઉટ કરેલ મગ, ચોખાનું લોટ, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી મિક્સરમાં બરાબર પીસી લેવું. તો તૈયાર છે બેટર. આને 15 મિનીટ સુધી સાઈડમાં રાખી મુકવું.

હવે ઢોસા માટે સ્ટફિંગ બનાવવા નોનસ્ટીક પેનમાં ઓઈલ ગરમ થાય એટલે રાઈ, લીમડાના પાન, ચપટી હળદર, ચપટી હિંગ, બાફેલા અને ક્રશ કરેલા બટાટા, સમારેલ ગાજર, સમારેલ ટામેટા, બીટના ટુકડા, સમારેલ કોબીજ અને સમારેલ ડુંગળી નાખી બરાબર મિક્સ કરી લેવું.

ત્યારબાદ આ મિશ્રણમાં છીણેલ નારિયેળ, સમારેલ કોથમીર, ચાટ મસાલો અને સ્વાદાનુસાર મીઠું નાખી આને બરાબર મિક્સ કરી એકાદ બે મિનીટ સુધી કુક કરવું. તો તૈયાર છે સ્ટફિંગ.

હવે ઢોસા બનાવવા માટે નોનસ્ટીક પેનને ઓઈલથી ગ્રીસ કરી લેવું. પછી આમાં તૈયાર કરેલ ઢોસાનું બેટર નાખી ફેલાવવું. આની ફરતે અડધી ચમચી જેટલું ઓઈલ રેડવું. ત્યારબાદ ઢોસો થોડો કુક થાય એટલે તેના પર સ્ટફિંગ નાખી ફેલાવવું અને રોલ કરવો. તો તૈયાર છે મગ સ્પ્રાઉટ ઢોસા.

Comments

comments


6,704 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4