સામગ્રી
* ૬ ટીસ્પૂન સમારેલ કોથમીર,
* ૧ ટીસ્પૂન આખા સુકા ઘાણા,
* ૫ ટુકડા કરેલ લીલા મરચા,
* ૮ કળી ગાર્લિક,
* ૨ ટીસ્પૂન આખું જીરું,
* ૩ એલચી,
* ૪ લવિંગ,
* ૧ નાનો ટુકડો આદું,
* ૩ ટીસ્પૂન તેલ,
* ૨ ટીસ્પૂન ટુકડા કરેલ કાજુ,
* ૧૧/૨ કપ બાફેલ વેજીટેબલ્સ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૩ કપ મિલ્ક,
* ૨ ટીસ્પૂન ફ્રેશ ક્રીમ,
* ચપટી ખાંડ.
રીત
સૌપ્રથમ પેસ્ટ બનાવવા માટે એક પ્લેટમાં સમારેલ કોથમીર, આખા સુકા ઘાણા, ટુકડા કરેલ લીલા મરચા, ગાર્લિક, આખું જીરું, એલચી, લવિંગ અને નાનો ટુકડો આદું નાખી જરૂર અનુસાર પાણી નાખી મિક્સરમાં ઘટ્ટ પેસ્ટ બનાવવી.
હવે તવીને ગેસ પર ગરમ કરવી અને તેમાં તેલ નાખી ટુકડા કરેલ કાજુ નાખવા. પછી આ ટુકડાને લાઈટ બ્રાઉન રંગના થવા દેવા. બાદમાં એક કટોરીમાં કાઢવા. હવે આ તેલમાં તૈયાર કરેલ પેસ્ટ નાખવી અને એકાદ બે મિનીટ સાંતડવી.
ત્યારબાદ આ પેસ્ટમાં બાફેલ વેજીટેબલ્સ (સેલરી, વટાણા, ગાજરના ટુકડા, ફ્લાવર વગેરેના બારીક ટુકડાઓ), સ્વાદાનુસાર મીઠું, મિલ્ક, ફ્રેશ ક્રીમ, ચપટી ખાંડ અને તળેલા કાજુ નાખી આ મિશ્રણને બરાબર કુક થવા દેવું. બાદમાં આને ગરમાગરમ સર્વ કરો.