બનાવો ફર્સ્ટ ઈમ્પ્રેશન ગૂડ

બનાવો ફર્સ્ટ ઈમ્પ્રેશન ગૂડ

કોઈ પણ વ્યક્તિ ઉપર તમારી પહેલી વખત પડેલી છાપ કાયમ માટે તેના મગજ પર બેસી જાય છે, પછી તમે ગમે તેવી કોશિશ કરો તો પણ તમારી છબિ તેના મગજમાંથી બદલાતી નથી, માટે પહેલી વખત મળતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારી ફર્સ્ટ ઈમ્પ્રેશન સારી બની શકે.

આપણે કોઈ પણ વ્યક્તિને પહેલી વખત મળતા હોય તો તેઓ આપણા વિશે શું વિચારશે એ આપણાં જ હાથમાં હોય છે. આપણી નાની એવી ભૂલ આપણી પહેલી જ છબિ ખરાબ બનાવી દે છે, માટે બહુ જરૂરી છે એ જાણવું કે જ્યારે આપણે કોઈ વ્યક્તિને પહેલી વખત મળી રહ્યા હોય તો કેવી રીતે મળવું, જેથી આપણી છબિ પર કોઈ આડઅસર ન થાય.

રિલેક્સ રહો

તમે જ્યારે કોઈને મળો તો એકદમ રિલેક્સ થઈને મળો. ટેન્સ ન થાવ અને વધુ સારા થવાની પણ કોશિશ ન કરો, જેવા છો તેવું જ બિહેવ કરો. લોકો એમ જ તમારી તરફ આર્કિષત થશે. બહુ ઉત્સાહી અથવા બહુ નિરાશ બની ન મળવું એ તમારી છબિ ખરાબ કરી શકે છે.

પરફેક્ટ બનવાની કોશિશ ન કરો

ક્યારેય મિસ અથવા મિસ્ટર પરફેક્ટ બનવાની કોશિશ ન કરો. હંમેશાં ધ્યાન રાખવું કે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતી. તમારી નાની ભૂલ તમારી પરફેક્ટનિસ્ટની છબિને ખરાબ કરી દેશે માટે કાયમ કંઈક શીખવાનો પ્રયાસ કરતા રહો.

સ્મિત

એટલું યાદ રાખો કે લોકોને હસમુખી વ્યક્તિઓ જ પસંદ આવે છે માટે ક્યારેય પણ ગંભીર મોં લઈને કોઇને ન મળો. ગંભીર મોં તમારા વ્યક્ત્વિની ખોટી છાપ ઊભી કરે છે એટલે કાયમ હસતા રહો.

સ્ટાઇલ સાથે વાતો

તમે શું કહો છો તે અગત્યનું નથી પણ કેવી રીતે કહો છો તે અગત્યનું છે. શબ્દો અને ભાષાનો સ્માર્ટ અને ક્રિએટિવ રીતે ઉપયોગ કરો. આજના સમયમાં વાત નહીં પણ વાત રજૂ કરવાની કળા જાણવી બહુ જરૂરી છે.

આંખોથી કરો વાત

આંખો હૃદયનો આત્મા છે. જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરતા હો તો તેની આંખોમાં જોઈને વાત કરવાથી તમને તેના વિચારો અંગેની પૂરી માહિતી મળી રહે છે. વાત કરતી વખતે આજુબાજુમાં ધ્યાન આપવાની જગ્યાએ આંખોમાં આંખ પરોવી વાત કરવાથી તમારી ઇમેજ સારી બને છે.

સ્ટ્રેટ ઊભા રહો

સીધા ઊભા રહેવું તમારો કોન્ફિડન્સ દર્શાવે છે. હાથ વાળીને ઊભા રહેવું કે પછી ઝૂકીને ઊભા રહેવું તમારી ઈનસિક્યોરિટી દર્શાવે છે માટે જ્યારે તમે કોઈને મળો તો સ્ટ્રેટ ઊભા રહો જેથી સામેવાળી વ્યક્તિને લાગે કે તમે તેમની સાથે વાત કરવામાં અથવા મળવામાં રસ લઈ રહ્યા છો.

પરફેક્ટ પિક્ચર

ક્યાંય પણ જતી વખતે કાયમ અપ ટુ ડેટ તૈયાર થઈને નીકળવું, જેથી તમારા વ્યક્તિત્વની ખોટી છબિ ન ઊભી થાય. લોકો કાયમ એવી વ્યક્તિઓને જ મળવું અને વાત કરવી પસંદ કરે છે જેઓ પોતાની ઇમેજ સારી રીતે રજૂ કરે. તેમજ તમે તમારા વ્યક્તિત્વની સાચી છબિ આપો. તમે જેવા છો એવી જ રીતે વર્તન કરો.

Comments

comments


4,553 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 10