સામગ્રી
* 2 ટીસ્પૂન બટર,
* ૧/૩ કપ ઓનિયન રિંગ્સ,
* ૩/૪ કપ ગ્રીન કેપ્સીકમ્સ રિંગ્સ,
* ૩/૪ કપ રેડ કેપ્સીકમ્સ રિંગ્સ,
* ૧/2 ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૩/૪ કપ બારીક સમારેલ ટામેટાં,
* ૧/2 ટીસ્પૂન લાલ મરચું,
* ૧/2 ટીસ્પૂન ખાંડ,
* ૧ કપ બેક્ડ બીન્સ,
* ૧૧/2 કપ બાફેલ મેક્રોની,
* ૧ ટીસ્પૂન ઓરેગાનો,
* 2 ટીસ્પૂન ટોમેટો કેચઅપ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ કપ ખમણેલ ચીઝ.
રીત
એક તવામાં બટર, ઓનિયન રિંગ્સ અને ગ્રીન કેપ્સીકમ્સ રિંગ્સ, રેડ કેપ્સીકમ્સ રિંગ્સ નાખી એકાદ બે મિનીટ સુધી સૌતે કરવી. બાદમાં આમાંથી થોડી ઓનિયન/ કેપ્સીકમ્સ રીંગને ગાર્નીશ કરવા માટે કાઢી લેવી.
હવે તવામાં બારીક સમારેલ લસણ, બારીક સમારેલ ટામેટાં, લાલ મરચું, ખાંડ, બેક્ડ બીન્સ, બાફેલ મેક્રોની, ઓરેગાનો અને ટોમેટો કેચઅપ નાખીને બરાબર મિક્સ કરી લેવું.
ત્યારબાદ આમાં સ્વાદાનુસાર મીઠું અને ખમણેલ ચીઝ નાખી આને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.