સામગ્રી
* ૧૧/૨ કપ ફેટેલું દહીં,
* ૧/૨ કપ છાલ ઉતારેલ અને ટુકડા કરેલ કાકડી,
* ૧/૪ કપ ટુકડા કરેલ ટામેટાં,
* ૧/૪ કપ બાફેલ, છાલ ઉતારેલ અને ટુકડા કરેલ બીટ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૨ ટીસ્પૂન ખાંડનો ભુક્કો,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,
* ૧ ટીસ્પૂન તેલ,
* ૧ ટીસ્પૂન આખુજીરું,
* ચપટી હિંગ,
* ૩ ટીસ્પૂન ભૂકો કરેલ શીંગ,
* ૩ ટીસ્પૂન છીણેલું નારીયેલ,
* ૧/૪ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર.
રીત
એક બાઉલમાં ફેટેલું દહીં, છાલ ઉતારેલ અને ટુકડા કરેલ કાકડી, ટુકડા કરેલ ટામેટાં, બાફેલ, છાલ ઉતારેલ અને ટુકડા કરેલ બીટ, સ્વાદાનુસાર મીઠું, ખાંડનો ભુક્કો અને બારીક સમારેલ લીલા મરચા નાખવા.
બાદમાં કડાઈમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં આખુજીરું અને ચપટી હિંગ નાખીને તેને દહીના મિશ્રણમાં નાખવું. હવે તેની ઉપર ભૂકો કરેલ શીંગ, છીણેલું નારીયેલ અને બારીક સમારેલ કોથમીર નાખી મિક્સ કરવું. બાદમાં આને સર્વ કરો.