સામગ્રી
* ૬ ટીસ્પૂન ખમણેલું કોપરું,
* ૬ ટીસ્પૂન સમારેલ કોથમીર,
* ૩ ટીસ્પૂન ખાંડ,
* ૧ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,
* ૧ ટીસ્પૂન હળદર,
* ૧ ટીસ્પૂન ધાણાજીરું,
* ૧ ટીસ્પૂન ગરમ મસાલો,
* ૧ ટીસ્પૂન સફેદ તલ,
* ૨ ટીસ્પૂન લીંબુનો રસ,
* ૨ ટીસ્પૂન તેલ,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૪ કપ તેલ,
* ૧/૨ ટીસ્પૂન હિંગ.
રીત
સૌપ્રથમ ભીંડા ના ઉપર નીચેના દાંડિયા કાપીને એકદમ વચ્ચેથી આખો કપાય નહિ તેમ કાપવા. પછી સંભાર બનાવવા માટે એક બાઉલમાં ખમણેલું કોપરું, સમારેલ કોથમીર, ખાંડ, આદું-મરચાંની પેસ્ટ, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, સફેદ તલ, લીંબુનો રસ, તેલ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે આ સંભારને ભીંડીમાં ભરવો. પછી આને કુક કરવા માટે એક કડાઈમાં તેલ નાખી ગરમ થાય એટલે તેમાં હિંગ અને ભરેલ ભીંડી નાખવી.
ત્યારબાદ આ મિશ્રણને મિક્સ કરવું અને પંદર મિનીટ સુધી કુક થવા દેવું (ઢાંકી દેવું). આને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. હવે આને સર્વ કરો.