બનાવો ડિફરન્ટ ટાઈપની પોટેટો ફ્રેન્કી રોલ્સ

સામગ્રી

f2e9517bbaa9e17c7cd3b706a3017015

*  ૧ કપ બટાટા,

*  ૧/૨ ટીસ્પૂન ગ્રીન ચટણી પેસ્ટ,

*  ૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો,

*  ૧/૨ ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ,

*  ૨ ટીસ્પૂન સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન લીંબુનો રસ,

*  ૧ ટીસ્પૂન બ્રેડ,

*  ચપટી ખાંડ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧૧/૨ ટીસ્પૂન ખજુર/આમલી ની ચટણી,

*  ૧/૨ ટીસ્પૂન ગ્રીન ચટણી,

*  ૧/૨ ટીસ્પૂન સમારેલ ડુંગળી.

રીત

પોટેટો નું મિક્સચર બનાવવા એક બાઉલમાં બટાટા (બાફેલ, છાલ ઉતારેલ, મેશ કરેલ), ચટણી પેસ્ટ, ચાટ મસાલો, આદું-લસણની પેસ્ટ, સમારેલ કોથમીર, લીંબુનો રસ, બ્રેડ (પાણીમાં પલાળેલ અને નીચોવેલ), ચપટી ખાંડ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બરાબર હાથોથી મિક્સ કરવું.

બાદમાં આ મિક્સચર માંથી બટાટા નો થોડો પોશન હાથમાં લઇ તેના રોલ્સ કરવા. હવે નોનસ્ટીક ગેસ પર ગરમ થાય એટલે તેને ઓઈલથી ગ્રીસ કરી તેમાં બધા રોલ્સ એક સાથે મુકીને એક એક રોલ્સ ઉપર થોડું-થોડું ઓઈલ રેડવું.

આ રીતે આને શેકવા. રોલ્સને લાઈટ બ્રાઉન રંગના થવા દેવા. હવે બચેલી અડધી કાચી અને અડધી શેકેલી હોય તેવી રોટલી લઈ તેણે નોનસ્ટીકમાં મુકીને આખી કુક થવા દેવી. આને કુક કરતા ઉપરથી બંને સાઈડ તેલ રેડવું.

પછી આને ગેસ પરથી ઉતારીને તેના પર ખજુર/આમલી ની ચટણી, અને ગ્રીન ચટણી નાખીને સ્પ્રેડ કરવી. હવે આની ઉપર એક પોટેટો રોલ્સ મૂકી તેના પર અડધી ચમચી જેટલી સમારેલ ડુંગળી અને ચાટ મસાલો નાખીને રોલ ને વાળી (વ્રેપ) દેવો. બાદમાં આને સર્વ કરો.

Comments

comments


5,294 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 5 =