બનાવો ટેસ્ટી અને સ્પાઈસી આલું કુરકુરે

સામગ્રી

newyear2015-eve-recepie

૧ કપ બાફેલા અને મેશ કરેલા બટાટા,

૧/૨ કપ સમારેલ પુદીના,

૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,

૧/૨ ટેબલ સ્પૂન ઘણાજીરું,

૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

સ્વાદાનુસાર મીઠું,

૧/૨ કપ મેંદાનો લોટ,

જરૂર મુજબ પાણી,

૧/૩ કપ ચોખાના પૌવા.

રીત

એક બાઉલમાં બાફેલા અને મેશ કરેલા બટાટા, સમારેલ પુદીના, સમારેલ લીલા મરચાં, ઘણાજીરું, લીંબુનો રસ અને સ્વાદાનુસાર મીઠું નાખીને હાથેથી મસળી નાખવું અને મીડીયમ સાઈડની નાની-નાની ગોળીઓ બનાવવી.

હવે મેંદાનું મિશ્રણ બનાવવા તેમાં જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ મિશ્રણ બનાવવું. ત્યારબાદ બટાટાની તૈયાર કરેલ ગોળીઓ મેંદાના લોટમાં દુબાડવી. પછી એક પ્લેટમાં ચોખાના પૌવામાં નાખેવા અને તેમાં આ ગોળીઓ નાખવી. ત્યારબાદ આને તળવા માટે તેલમાં નાખવી. ગોળીઓને મીડીયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલરની થવા દેવી. તો તૈયાર છે આલું કુરકુરે.

Comments

comments


7,520 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 8 =