બનાવો ટેસ્ટફૂલ મકાઈનો હાંડવો

સામગ્રી

Gujarati handvo

* મકાઈ ૨ કિલો
* ગાજર ૧૦૦ ગ્રામ
* ફણસી ૫૦ ગ્રામ
* તૈયાર ભાત ૧ વાટકી
* વટાણા ફોલેલા ૫૦ ગ્રામ
* બટાકા ૪૦૦ ગ્રામ
* ટોમેટો કેચપ ૨ ચમચા
* બ્રેડ ક્રમ્સ અડધી વાડકી
* આદું મરચાં ૨ ચમચી
* કોપરું, કોથમીર-ડેકોરેશન માટે
* તલ,હિંગ, રાઈ, મીઠું મરચું
* દ્રાક્ષ, લવિંગ, લીમડો
* વઘાર માટે તેલ.

બનાવવાની રીત

Gujarati handvo

બધી જ મકાઈ છોલી નાખો. તેમાંથી ૪ મકાઈ છીણી નાખો. બાકીની મકાઈના દાણા કાઢી બાફી લો. બટાકાને બાફીને માવો બનાવો. ફણસી, ગાજર, વટાણા સમારીને બાફી લેવાં. ભાતની અંદર બાફેલાં શાકભાજી મિકસ કરો. સાથે મકાઈ પણ મિકસ કરો. હવે એક વાસણમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ, હિંગ, લીમડો, તલ નાખીને પૂરણ વઘારો.

Gujarati handvo

એક વાસણમાં થોડું તેલ લગાવી તેમાં વઘાર નાખો. તેના પર અર્ધું પૂરણ પાથરો. તે ઉપર બ્રેડક્રમ્સ પાથરો. તેના ઉપર ટોમેટો કેચપ નાખો. આ જ મુજબ તેના ઉપર બીજો થર પાથરો તે પછી સૌથી ઉપર બીજો વઘાર કરી બ્રેડક્રમ્સ નાખો. તે વાસણને ઓવનમાં મધ્યમ તાપે બેક કરવા મૂકો. લગભગ અર્ધો કલાક સુધી રાખો. હાંડવો બરાબર ચડી જાય એટલે તેને ડિશમાં કાઢી તેના ઉપર કોપરું, કોથમીર તથા મરચાં નાખી સર્વ કરો. આ હાંડવો તમે ટોમેટો કેચપ સાથે કે સિંગતેલ સાથે પીરસી શકો છો.

Gujarati handvo

Comments

comments


8,034 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


× 5 = 10