બનાવો ગરમાગરમ કોર્ન મેથી પુલાવ

સામગ્રી

corn-methi-pulao

* ૧ ટેબલ સ્પૂન બટર,

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* ૧/૨ પીસ તજ.

* ૨ લવિંગ,

* ૨ એલચી,

* ૧/૨ કપ ઓનિયન સ્લાઈસ,

* ૩/૪ કપ સમારેલ મેથી,

* ૧/૨ કપ મકાઈ,

* ૨ કપ પલાળેલ ચોખા (૨ કલાક)

* ૨ કપ ગરમ પાણી,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૧/૨ સમારેલ લીલા મરચાં.

રીત

કુકરમાં બટર અને ઓઈલ નાખીને ગરમ થયા બાદ તજ, લવિંગ અને એલચી નાખી મિક્સ કરવું ત્યારબાદ ઓનિયન સ્લાઈસ, સમારેલ મેથી અને મકાઈ નાખીને બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં પલાળેલ ચોખા, ગરમ પાણી, સ્વાદાનુસાર મીઠું, હળદર અને લીલા મરચાં નાંખીને બરાબર હલાવી લેવું અને કુકરમાં ૨ વ્હીસલ વગાડવી. વ્હીસલ વાગ્યા બાદ કુકર ખોલી મિશ્રણને હલાવી લેવું. તો તૈયાર છે કોર્ન મેથી પુલાવ.

Comments

comments


6,996 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × = 48