બનાવો ગરમાગરમ ઇટાલિયન વાનગી ફૂસીલ્લી એન્ડ કોર્ન સૂપ

સામગ્રી

0bafaaf7ff18ea73a35c5017ebabeea1

* ૧ ટેબલ સ્પૂન ઓલીવ ઓઈલ,

* ૧/૨ કપ સમારેલ ડુંગળી,

* ૧ ટેબલ સ્પૂન સમારેલ લસણ,

* ૧/૨ કપ સમારેલ ટામેટાં,

* ૧/૨ બાફેલી મકાઈના દાણા,

* ૧/૨ કપ બાફેલ ફૂસીલ્લી,

* ૧/૪ કપ ટોમેટો પ્યોરે,

* ૧ ટેબલ સ્પૂન ઓરેગાનો,

* ૩ કપ ગરમ પાણી,

* ૪ ટેબલ સ્પૂન કોર્નફ્લોર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ ટેબલ સ્પૂન મરીનો ભૂકો,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ તુલસીના પાન.

રીત

એક પેનમાં ઓલીવ ઓઈલ અને સમારેલ ડુંગળી નાખીને એકાદ બે મિનીટ સુધી સાંતડવું. પછી તેમાં સમારેલ લસણ, સમારેલ ટામેટાં, બાફેલી મકાઈના દાણા, બાફેલ ફૂસીલ્લી, ટોમેટો પ્યોરે અને ઓરેગાનો નાખીને ત્રણથી ચાર મિનીટ સુધી હલાવવું. ત્યારબાદ તેમાં ગરમ પાણી નાખવું. હવે એક બાઉલમાં કોર્નફ્લોર નાખીને તેમાં પાણી એડ કરીને ઘટ્ટ મિશ્રણ બનાવવું.

પછી પેનમાં તૈયાર કરેલ મિશ્રણમાં આ કોર્નફ્લોર વાળું પાણી, સ્વાદાનુસાર મીઠું, મરીનો ભૂકો અને સમારેલ તુલસીના પાન નાખવા. હવે આ મિશ્રણના બે ઉભરા આવવા દેવા. ત્યારબાદ તૈયાર છે ફૂસીલ્લી એન્ડ કોર્ન સૂપ.

Comments

comments


5,172 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 13