બનાવો ખાસ પ્રકારનો કેળાનો સલાડ

સામગ્રી

creamy-cucumbers-light-1024x682

* ૩/૪ કપ વિસ્ક કરેલ ઘટ્ટ દહીં,

* ૧/૪ કપ સમારેલ ફુદીનાના પાન,

* સ્વાદાનુસાર મીઠું,

* ચપટી મરીનો ભૂકો,

* ૨ ટીસ્પૂન ખાંડ,

* ૨ કપ સમારેલ કેળાના ટુકડા,

* ૧/૨ કપ છાલ ઉતારેલ કાકડી,

* ૧/૨ ટીસ્પૂન સમારેલ સુવાદાણા પાંદડા,

* ૧ ટીસ્પૂન શેકેલી અને થોડી ક્રશ કરેલ શીંગ.

રીત

ડ્રેસિંગ બનાવવા માટે એક બાઉલમાં વિસ્ક કરેલ ઘટ્ટ દહીં કાઢી તેમાં સમારેલ ફુદીનાના પાન, સ્વાદાનુસાર મીઠું, ચપટી મરીનો ભૂકો અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરી લેવું.

હવે એક બાઉલમાં સમારેલ કેળાના ટુકડા નાખી તેની ઉપર લીંબુના પાંચ સાત ટીપા નાખવા, જેથી બનાના કાળા ન પડે. પછી તેમાં છાલ ઉતારેલ કાકડી, મીઠું, સમારેલ સુવાદાણા પાંદડા, શેકેલી અને થોડી ક્રશ કરેલ શીંગ અને તેની ઉપર તૈયાર કરેલ ડ્રેસિંગ નાખવું.

પછી આને સ્પૂનથી મિક્સ કરવું અને ફીઝમાં ઠંડુ થવા મુકવું. ત્યારબાદ સર્વ કરવું.

Comments

comments


6,536 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


6 × = 24