બનાવો ખાટી મીઠી ગુજરાતી ‘દાળ’

સામગ્રી

dal_fry_dal_tadka

* ૫ ટેબલ સ્પૂન તુવેર દાળ,

* ૫ ટેબલ સ્પૂન ચણાની દાળ,

* ૫ ટેબલ સ્પૂન ફોતરાવાળી મગની દાળ,

* ૧ ટેબલ સ્પૂન અડદની દાળ,

* ૧ ટેબલ સ્પૂન મગ

* ૪ કપ પાણી,

* સ્વાદાનુસાર મીઠું,

* ૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૨ ટેબલ સ્પૂન હળદર,

* ૧ ટેબલ સ્પૂન ધાણાજીરું,

* ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* ૩ ટેબલ સ્પૂન પાણી.

રીત

dal-fry-recipe-dal-fry

સૌપ્રથમ કુકરમાં તુવેર દાળ, ચણાની દાળ, ફોતરાવાળી મગની દાળ, અડદની દાળ અને મગ નાખીને મીઠું અને પાણી નાખીને મિક્સ કરી લેવું. ત્યારબાદ કુકરમાં ૩ વ્હીસલ વાગવા દેવી. હવે એક બાઉલમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું ગરમ મસાલો નાખીને અને પાણી નાખીને મસાલા વાળું પાણી તૈયાર કરવું.

વઘાર કરવા

dal-tadka-recipe

સામગ્રી

* ૧૧/૨ ટેબલ સ્પૂન ધી,

* ૩-૪ લવિંગ

* ૧ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧ ટેબલ સ્પૂન હિંગ,

* ૨ આખા લીલા મરચાં,

* ૨ ટેબલ સ્પૂન આમચૂર પાવડર,

* ૧ ટેબલ સ્પૂન આમલીનું પલ્પ.

રીત

એક ડીપ નોનસ્ટીક પેનમાં ધી, લવિંગ, આખું જીરું, હિંગ, લીલા મરચાં નાખીને તૈયાર કરેલ મસાલાનું પાણી આમાં એડ કરવું. હવે આને એકાદ બે મિનીટ સુધી હલાવવું.

ત્યારબાદ કુકર ખોલીને તેમાં રહેલી બધી જ દાળને નોનસ્ટીક પેનમાં નાખી દેવી. પછી આમાં આમચૂર પાવડર, આમલીનું પલ્પ, મીઠું નાખીને બરાબર હલાવી લેવું. ત્યારબાદ આને પાંચ મીનીટ સુધી ધીમા તાપે કુક થવા દેવું. તો તૈયાર છે દાળ.

Comments

comments


4,995 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


8 − 7 =