બનાવો ક્રિસ્પી અને સ્પાઈસી ચાઇનીઝ પકોડા

સામગ્રી

Veggie-Pakora

*  ૨ કપ કોબીજ,

*  ૧/૪ કપ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન,

*  ૨ ટીસ્પૂન મેંદાનો લોટ,

*  ૧/૨ ટીસ્પૂન મકાઈનો લોટ,

*  ૨ ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ,

*  ૧૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ મરચા,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૪ ટીસ્પૂન પાણી.

રીત

એક બાઉલમાં બારીક પાતળી સ્લાઈસ કરેલ કોબીજ, સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન, મેંદાનો લોટ, મકાઈનો લોટ, આદું-મરચાંની પેસ્ટ, બારીક સમારેલ મરચા, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખી બરાબર મિક્સ કરી લેવું.

હવે તળવા માટે ગેસ પર ઓઈલ ગરમ કરવું. બાદમાં આમાંથી થોડું થોડું મિશ્રણ લઈને તળવું. આ રીતે બધા જ પકોડાઓ તળવા. જો આ મિક્સ થઇ જાય તો તે ઠંડા થાય ત્યારે તેને હાથથી તોડી અલગ કરવા.

ત્યારબાદ આને શેઝવાન સોસ સાથે સર્વ કરો.

Comments

comments


6,590 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


4 + 9 =